ઐસા કોન કરતા હૈ ? ઇડલીને આપ્યું આઇસક્રિમનું રૂપ, વાયરલ તસવીર જોઇ લોકોએ પુછ્યુ ઇડલી છે કે કુલ્ફી ?

|

Oct 01, 2021 | 1:58 PM

આ તસવીર અપલોડ થયા બાદથી જ તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો મૂંઝવણમાં છે કે તે સંભાર અથવા ચટણી સાથે પીરસવામાં આવતી ઇડલી છે કે પછી કોઇ કુલ્ફી

ઐસા કોન કરતા હૈ ? ઇડલીને આપ્યું આઇસક્રિમનું રૂપ, વાયરલ તસવીર જોઇ લોકોએ પુછ્યુ ઇડલી છે કે કુલ્ફી ?
Viral pic of idli on an ice cream stick

Follow us on

દરેક વ્યક્તિ માટે ખોરાકના જુદા જુદા અર્થ હોઈ શકે છે. કેટલાક લોકો તેને સરળ રીતે ખાવાનું પસંદ કરે છે અને કેટલાક તેને નવીનતાઓ સાથે પસંદ કરે છે. કેટલાક લોકો એવા હોય છે જે એક જ ખોરાકને અલગ અલગ રંગ અને રૂપ આપે છે. દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગીઓમાં સમાવિષ્ટ ઇડલીની એક તસવીર સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહી છે. અમે જે તસવીરની વાત કરી રહ્યા છીએ તેમાં આઈસ્ક્રીમ સ્ટીક પર ઈડલી લગાવીને પીરસવામાં આવી છે.  વાત માનવી થોડી મુશ્કેલ છે પરંતુ વાયરલ થઈ રહેલી તસવીરમાં તમે આનો પુરાવો જોઈ શકો છો.

વાયરલ તસવીર વાસ્તવમાં બેંગલુરુની એક રેસ્ટોરન્ટની છે, જ્યાં ઇડલીની નવી શોધ કરવામાં આવી છે, આઈસ્ક્રીમની સ્ટીક પર ચોખાની ઇડલી લગાવીને સાંબર અને ચટણી સાથે ભોજનની પ્લેટમાં પીરસવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઈડલી ચોખામાંથી જ બનાવવામાં આવે છે. આ તસવીરે ઘણાનું ધ્યાન ખેંચ્યું છે અને સોશિયલ મીડિયા યુઝર્સ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોને આ નવીનતા ગમી, તો કેટલાક લોકોને આશ્ચર્ય પણ થયું.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

 

આ તસવીર અપલોડ થયા બાદથી જ તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો મૂંઝવણમાં છે કે તે સંભાર અથવા ચટણી સાથે પીરસવામાં આવતી ઇડલી છે કે પછી કોઇ કુલ્ફી, નીચે લોકોની પ્રતિક્રિયાઓ જુઓ.

તમને જણાવી દઈએ કે આ પહેલા સોશિયલ મીડિયા પર વધુ એક તસવીર વાયરલ થઈ હતી. તે તસવીરમાં મેગીનું નવું સ્વરૂપ જોવા મળ્યું, જેને જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા. મરચામાં મેગીની સ્ટફિંગ જોવા મળી હતી. મેગીની તે નવી વાનગીને સ્ટફ્ડ મેગી મિર્ચ નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો –

sunita ahuja : કાશ્મીરા શાહે ગોવિંદાની પત્ની સુનીતાને ટ્વિટ કરી કહ્યું ચેકમેટ, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો –

PM Modiએ બે મોટી યોજનાઓ શરૂ કરી, 10.5 કરોડ લોકો માટે આખો દેશ ‘કચરા મુક્ત’, ‘પાણી સુરક્ષિત રહેશે’

આ પણ વાંચો –

નાના દેશોને આર્થિક મદદ કરવાના બહાને પોતાની જાળમાં ફસાવી રહ્યુ છે ચીન, જાણો ચીનના માસ્ટર પ્લાન વિશે

Next Article