Viral Photo: શશી થરુર ફરી થયા ટ્રોલ, આ મહિલા સાથેનો ફોટો થયો વાયરલ

|

Jun 13, 2022 | 8:10 PM

હાલમાં શશિ થરૂર જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા લંડન પહોંચ્યા હતા. આ દરમિયાન તે મહિલા સાહિત્યકાર ગીતાંજલિ શ્રીને મળ્યા અને તેમનો ફોટો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કર્યો. બસ પછી શું, આ ફોટો વાયરલ થયો, લોકોને તેને ટ્રોલ કરવાનો મોકો મળી ગયો

Viral Photo: શશી થરુર ફરી થયા ટ્રોલ, આ મહિલા સાથેનો ફોટો થયો વાયરલ
Shashi Tharoor
Image Credit source: Twitter

Follow us on

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર (Shashi Tharoor) કયારેક પોતાના અંગ્રેજીને કારણે તો કયારેક મહિલાઓ સાથેના ફોટોઝને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. આ વખતે ફરી તેઓ એક મહિલા સાથેના ફોટોને કારણે ચર્ચામાં છે. તેમણે ટ્વીટર પર મહિલા સાહિત્યકાર ગીતાંજલિ શ્રી હાથમાં ‘સ્ટ્રોબેરી’ પકડીને એક ફોટો પોસ્ટ કર્યો છે, જેના પર લોકોએ શશિ થરૂરને ટ્રોલ (Shashi Tharoor Troll) કરવાનું શરૂ કરી દીધું છે. હાલમાં શશિ થરૂર જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા લંડન પહોંચ્યા હતા. આ દરમિયાન તે મહિલા સાહિત્યકાર ગીતાંજલિ શ્રીને મળ્યા અને તેમનો ફોટો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કર્યો. બસ પછી શું, આ ફોટો વાયરલ થયો, લોકોને તેને ટ્રોલ કરવાનો મોકો મળી ગયો અને શશિ થરૂર ટ્રોલ થઈ ગયા.

શશિ થરૂરને ટ્રોલ કરવા પાછળનું સૌથી મોટું કારણ એ પણ છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે, હાલ આ મુદ્દો ખુબ ચર્ચામાં છે. જેના માટે કોંગ્રેસ કાર્યકર્તાઓ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, પરંતુ શશિ થરૂર લંડનમાં મજા કરી રહ્યા છે, જેના કારણે લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

આ રહ્યો એ વાયરલ ફોટો

 

શશિ થરૂરે આ ફોટો ટ્વિટર પર પોસ્ટ કરતાની સાથે જ લોકોએ આ ફોટોને વાયરલ કર્યો અને ટ્રોલ કરવાનુ શરુ કર્યુ.

આ રહી લોકોની પ્રતિક્રિયા

 

 

 

 

એક યુઝરે લખ્યુ કે- ‘ત્યાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ લાત-મુક્કો ખાઈ રહ્યા છે અને અહીં અમારા ભાઈ અલગ જ મસ્તીમાં છે’ બીજા એક યુઝરે લખ્યુ કે- ‘આગ લગે બસ્તી મેં, શશિ થરૂર મસ્તી!’ આ જ રીતે અન્ય ઘણા યુઝર્સે વિવિધ રમૂજી પ્રતિક્રિયાઓ આપી છે.

Next Article