Viral Photo: માર્કેટમાં આવ્યા બ્રાહ્મણ કુકીઝ, ફોટો જોઈ ભડકી ઉઠયા લોકો

|

Jan 30, 2023 | 7:52 PM

સવારની ચાથી સાંજની ચામાં લોકો કુકીઝનો આનંદ જરુરથી માણતા હોય છે. લોકો અલગ અલગ કંપનીની ડિઝાઈનની કુકીઝ ખાતા હોય છે. હાલમાં આવી જ એક કુકીઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Viral Photo: માર્કેટમાં આવ્યા બ્રાહ્મણ કુકીઝ, ફોટો જોઈ ભડકી ઉઠયા લોકો
Viral Photo
Image Credit source: twitter

Follow us on

નાના બાળકોને કુકીઝ ખુબ પસંદ હોય છે. સવારથી લઈને સાંજ સુધી ઘણા બાળકો કુકીઝ જ ખાતા જોવા મળે છે. ભારતમાં કુકીઝ એટલી પ્રચલિત નથી પણ કુકીઝ ખાવામાં નાના બાળકો જેમ મોટા પણ આગળ છે. સવારની ચાથી સાંજની ચામાં લોકો કુકીઝનો આનંદ જરુરથી માણતા હોય છે. લોકો અલગ અલગ કંપનીની ડિઝાઈનની કુકીઝ ખાતા હોય છે. હાલમાં આવી જ એક કુકીઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કુકીઝની અલગ અલગ ડિઝાઈન બનાવીને કંપનીઓ પોતાના ગ્રાહકોને પોતાની કુકીઝ ખરીદવા માટે આકર્ષિત કરતી હોય છે પણ ઘણીવાર નવું ઈનોવેશન કરવાના ચક્કરમાં ઘણી કંપનીઓ પોતે જ ટ્રોલ થઈ જતી હોય છે. હાલમાં આવો જ એક મામલો ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક બ્રાહ્મણ સ્ટાઈલની કુકીઝનો ફોટો વાયરલ થયો છે, જેને જોઈને લોકો ભડક્યા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ રહ્યો એ વાયરલ ફોટો

 

માર્કેટમાં હાલમાં એક નવી કુકીઝ ‘બ્રાહ્મણ કુકીઝ’ આવી છે. તેની વેશભૂષા એક બ્રાહ્મણ જેવી છે, તેથી તેને ‘બ્રાહ્મણ કુકીઝ’ કહેવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ ‘બ્રાહ્મણ કુકીઝ’ નો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં જોવા મળી રહ્યું છે કે એક બ્રાહ્મણની જેમ આ કુકીઝમાં ચહેરના પાછળનો ભાગ છે અને એક લાંબી ચોટલી પણ છે. આ કુકીઝને જોઈને ઘણા લોકો ભડક્યા છે અને તેને ખાવાની ના પાડી દીધી છે.

આપણે સૌ જાણીએ છે કે ભારતમાં જાતિવાદને કારણે ઘણા વિવાદો થતા હોય છે. તેવામાં આ બ્રાહ્મણ કુકીઝને લઈને પણ વિવાદ થવાની શક્યતા હતી જ. મળતી માહિતી અનુસાર આ બ્રાહ્મણ કુકીઝને ફ્રેડી બેકિંગ સ્ટૂડિયો તરફથી બનાવવામાં આવી છે. જેના કારણે માર્કેટમાં નવો વિવાદ ઉભો થયો છે.

સોશિયલ મીડિયા પર હાલમાં આ બ્રાહ્મણ કુકીઝ ટ્રેન્ડ થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ બ્રાહ્મણ કુકીઝના ફોટોને શેયર કરીને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યાં છે. લોકો આ બ્રાહ્મણ કુકીઝ બનાવનાર કંપનીને ભારે ટ્રોલ કરી રહ્યાં છે. બ્રાહ્મણ કુકીઝનો આ અનોખો ફોટો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Next Article