Viral Video: નાના બાળકે બતાવ્યું અદ્ભુત પરાક્રમ, સીડી પર સ્કેટબોર્ડ ચલાવીને બધાને કરી દીધા દંગ!

તાજેતરમાં પ્રખ્યાત ટ્વિટર એકાઉન્ટ @buitengebieden_ પર અદ્ભુત વીડિયો (Amazing videos) શેયર કરવામાં આવ્યો હતો. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં એક બાળક સ્કેટબોર્ડિંગ કરતો જોવા મળી રહ્યો છે.

Viral Video: નાના બાળકે બતાવ્યું અદ્ભુત પરાક્રમ, સીડી પર સ્કેટબોર્ડ ચલાવીને બધાને કરી દીધા દંગ!
kid skateboarding on stairs with dad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 9:35 AM

સ્કેટિંગ (Skating) એ ખૂબ જ મુશ્કેલ રમત છે. લોકો સખત મહેનત અને પ્રેક્ટિસ પછી જ સ્કેટ બોર્ડ ચલાવવાનું શીખે છે. ઘણી વખત લોકો ટોણા પણ મારતા હોય છે કે સ્કેટિંગ એ બાળકોની રમત નથી, પરંતુ હવે એક નાના બાળકે આ વાતને ખોટી સાબિત કરી દીધી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ચર્ચામાં છે જેમાં બાળક સીડી પર અદભૂત સ્કેટિંગ કરતો જોવા મળે છે (Kid skateboarding on stairs video).

આ વિડિયો એ વાતનો પુરાવો છે કે, જો કોઈ વ્યક્તિમાં જોશ અને કંઈક કરવાની ઈચ્છા હોય, તો વ્યક્તિ ઉંમરમાં નાનો હોય કે મોટો, તે કંઈપણ હાંસલ કરી શકે છે. (Small kid amazing skateboarding).

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

બાળકે કર્યું અદ્ભુત પરાક્રમ

વીડિયોમાં એક નાનું બાળક શાનદાર રીતે સ્કેટબોર્ડ રમતું જોવા મળે છે. કદાચ તેના પિતા તેને તેના સ્કેટિંગમાં મદદ કરી રહ્યા છે, પરંતુ બાળકનું પોતાનું કૌશલ્ય એટલું અદ્ભુત છે કે તેને તેના પિતાની મદદની વધુ જરૂર નથી લાગતી. બાળકે સલામતી માટે તમામ સાધનો પહેર્યા છે. તેણે તેના માથા પર હેલ્મેટ પણ પહેર્યું છે અને તે સીડી પરથી ધીમે-ધીમે નીચે ઉતરતો જોવા મળે છે. તે ધીમે-ધીમે સ્કેટ બોર્ડને સીડીથી નીચે ઉતારે છે અને એક પછી એક તમામ સીડીઓ પાર કરીને સપાટ જમીન પર પહોંચે છે.

લોકોએ આપ્યા તેમના પ્રતિભાવો

આ વીડિયો વાયરલ થયો છે. તેને 16 લાખથી વધુ વ્યુઝ મળ્યા છે અને 1 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે જ્યારે 20 હજારથી વધુ રીટ્વીટ કરવામાં આવ્યા છે. વીડિયો પર ઘણા લોકોએ સ્કેટબોર્ડિંગના ઘણા ફની વીડિયો શેયર કર્યા છે. તેના સિવાય પણ લોકો આ બાળકના ખૂબ વખાણ કરી રહ્યા છે. એકે કહ્યું કે, આ બાળક ભવિષ્યમાં મોટો ખેલાડી બનશે. જ્યારે ઘણા લોકો વીડિયોના છેલ્લા ભાગને પસંદ કરી રહ્યા છે, જેમાં બાળક સ્કેટ બોર્ડ પરથી કૂદતો જોવા મળી રહ્યો છે. આ સિવાય લોકો બાળકના પિતાના ખૂબ વખાણ કરી રહ્યા છે. લોકો કહે છે કે પિતા હંમેશા આવા જ હોય ​​છે. તેમને નિર્ભય બનાવે છે, પરંતુ જ્યારે બાળક પડે ત્યારે તેને પકડવા માટે હંમેશા પાછળ તૈયાર હોય છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Viral Video: સિંહના મોંમાં ફસાઈ ગયો મોટો ડબ્બો, પછી જુઓ શું થયું

આ પણ વાંચો:  Wedding Bells : કરિશ્મા કપૂરના માથા પર પડી આલિયા ભટ્ટની કલિરા, અભિનેત્રી આનંદથી ઉછળી, ચાહકોએ કરી કમેન્ટ્સ

g clip-path="url(#clip0_868_265)">