Video Viral: દુલ્હને પોતાના લગ્નની ખુશીમાં કર્યો એવો ધમાલ ડાન્સ કે વરરાજા શરમાઈને જોતા જ રહી ગયા !

|

Jan 31, 2023 | 2:50 PM

આ વીડિયોમાં સ્ટેજ પર હાજર નવી પરણેલી દુલ્હન તેના લગ્નની ખુશીમાં જુમનવા લાગે છે તેમજ એવી રીતે ડાન્સ કરી રહી છે તેને જોઈને તેની સાથે લગ્ન લગ્ન કરવા આવેલ યુવક તેમજ જાનૈયાઓ તેને જોતા રહી જાય છે.

Video Viral: દુલ્હને પોતાના લગ્નની ખુશીમાં કર્યો એવો ધમાલ ડાન્સ કે વરરાજા શરમાઈને જોતા જ રહી ગયા !

Follow us on

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. દુનિયાભરમાં ક્યારે અને કોનો નાનકડો વીડિયો કે ફોટો વાઈરલ થઈ જાય છે તે કોઈ કહી શકતું નથી. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક લગ્ન સમારંભનો છે. આ વીડિયોમાં સ્ટેજ પર હાજર નવી પરણેલી દુલ્હન તેના લગ્નની ખુશીમાં જુમનવા લાગે છે તેમજ એવી રીતે ડાન્સ કરી રહી છે તેને જોઈને તેની સાથે લગ્ન લગ્ન કરવા આવેલ યુવક તેમજ જાનૈયાઓ તેને જોતા રહી જાય છે ત્યારે આ દુલ્હનના શાનદાર ડાન્સન વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લગ્નની ખુશીમાં  દુલ્હનનો બિન્દાસ ડાન્સ

વીડિયોમાં જોવા મળે છે કે લહેંગા-બ્લાઉઝ પહેરેલી દુલ્હન સ્ટેજ પર ઉભી છે. તેની વરમાળાની વીધી પતી ગઈ છે. ત્યારે તેના લગ્નની ખુશીમાં મ્યુઝિકની બીટ પર જુમી ઉઠે છે. વરરાજા પણ તેની સાથે સ્ટેજ પર ઉભો છે. તે જ સમયે, બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગવા લાગે છે, તે વાગવાનું શરૂ થતાં જ બાળકો સ્ટેજ પર નાચવા લાગે છે. આ જોઈને કન્યા પણ નાચવાના મૂડમાં આવી જાય છે, જે જોઈ વરરાજા ચોંકી ઉઠે છે તે સાથે જાનૈયા પણ દુલ્હનના ડાન્સ જોઈ બુમો પાડવા લાગે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સોશિયલ મીડિયા પર વાયરલ

આ પછી, દુલ્હન (દુલ્હન વાયરલ ડાન્સ વિડિયો) એકલી ‘પાલકી પે હોકે સવાર ચલી રે, મેં તો અપને સાજન કે દ્વાર’ ચલી રે ગીત પર ડાન્સ કરવાનું શરૂ કરે છે. વરરાજા પણ તેના ધમાલ ડાન્સથી શરમાઈ જાય છે અને તેના ડાન્સ મૂવ્સ જોઈને થોડું સ્મિત કરે છે. તે જ સમયે, કન્યા તેની શાનદાર શૈલીમાં ડાન્સ કરવાનું ચાલુ રાખે છે. દુલ્હનનો આ મસ્તીથી ભરેલો બિન્દાસ ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : ‘બકરી ચડી ઝાડ પર’ !!! વીડિયો જોઈ તમે પણ થઈ જશો દંગ, જુઓ Viral Video

અત્યાર સુધીમાં 1.7 મિલિયન વ્યુઝ

ઈન્ટરનેટ પર લોકો આ ડાન્સ (દુલ્હન વાયરલ ડાન્સ વીડિયો) પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘સુંદર કપલ’. ભગવાન બંને ને આમ જ ખુશ રાખે. અન્ય એક યુઝરે લખ્યું, ‘દુલ્હન તેના લગ્નથી ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.’ એક યુઝરે લખ્યું, ‘વીડિયો જોવાની મજા આવી. જે એનર્જી સાથે દુલ્હન ડાન્સ કરી છે તે ભાગ્યે જ જોવા મળે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 6 મિલિયન વ્યૂઝ અને 1 લાખ 33 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે.

Next Article