OMG ! એમ્બ્યુલન્સ ન આવતા, અકસ્માતમાં ઘાયલ યુવકને JCBમાં સુવડાવીને હોસ્પિટલ લઈ જવાયો જુઓ વીડિયો

|

Sep 14, 2022 | 9:39 AM

કટની(Katni) માં રોડ અકસ્માતમાં ઘાયલ યુવકને લેવા માટે અડધા કલાકથી વધુ સમય સુધી એમ્બ્યુલન્સ આવી ન હતી, ત્યારબાદ ઘાયલ યુવકને જેસીબી પર સુવડાવીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો

OMG ! એમ્બ્યુલન્સ ન આવતા, અકસ્માતમાં ઘાયલ યુવકને JCBમાં સુવડાવીને હોસ્પિટલ લઈ જવાયો જુઓ વીડિયો
રોડ અકસ્માતમાં ઘાયલ યુવકને JCBમાં સુવડાવીને હોસ્પિટલ લઈ જવાયો
Image Credit source: Twitter

Follow us on

MP: મધ્યપ્રદેશમાં દરરોજ સ્વાસ્થ્ય સેવાઓ અને એમ્બ્યુલન્સ (Ambulance) સેવાને લગતી બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ વખતે કટની (Katni) જિલ્લામાંથી સરકારી તંત્રની પોલ સામે આવી છે. કટનીમાં રોડ અકસ્માતમાં ઘાયલ યુવકને લેવા માટે અડધા કલાકથી વધુ સમય સુધી એમ્બ્યુલન્સ (Ambulances) આવી ન હતી, ત્યારબાદ ઘાયલ યુવકને જેસીબી પર સૂવડાવીને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. ત્યારથી આ સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે.

મધ્યપ્રદેશ સરકારનું સ્વાસ્થ વિભાગનું બજેટ ભારે ભખમ છે પરંતુ આનો લાભ જોવા મળતો નથી. નવો મામલો કટની જિલ્લાનો છે. જ્યાં એક રોડ અક્સ્માતની ઘટના સામે આવી હતી. તે દરમિયાન એમ્બયુલન્સની જાણ કરવાની હતી પરંતુ કલાકો વિતી ગયા છતાં એમ્બયુલન્સ ઘટના સ્થળે પહોંચી ન હતી. ત્યારે એક જેસીબી ચાલક પુષ્પેન્દ્ર વિશ્વકર્માએ માનવતા દેખાડી અને ઘાયલને જેસીબીમાં હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

જેસીબી ડ્રાઈવર પુષ્પેન્દ્ર વિશ્વકર્માએ જણાવ્યું કે, દુકાનની સામે બાઇકની ટક્કર થઈ હતી, કારણ કે એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો મળ્યા ન હતા, તેમને જેસીબીથી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં યુવકના એક પગમાં ફ્રેક્ચર થયું છે, જ્યાં પ્રાથમિક સારવાર બાદ ઘાયલને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં આ કોઈ નવો મામલો નથી, અઠવાડિયામાં લગભગ દરેક જિલ્લામાંથી આવી પોલ જોવા મળે છે. સરકાર આરોગ્યની સારી સુવિધાનો ગમે તેટલો દાવો કરે, પરંતુ વીડિયો સરકારના દાવાની પોલ ખોલી જ દે છે.

સમયસર હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી

આ ઘટનાનો વીડિયો મંગળવારે સામે આવ્યો હતો. અકસ્માતમાં ઘાયલ યુવકની ઓળખ ગૌરતલાઈ ગામના મહેશ બર્મન (25) તરીકે થઈ છે. રાજ્યમાં એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચવાના બનાવો અગાઉ પણ જોવા મળ્યા છે. ઘણા જિલ્લાઓમાં, સગર્ભા સ્ત્રીઓ અને બીમારોને સમયસર હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી. સાથે જ રાજ્યના અનેક જિલ્લાઓમાં મૃત્યુ બાદ લોકોને શબ વાહિની પણ નસીબમાં આવતી નથી.

Next Article