Viral Video: રોબોટની ઝડપે કોબીનું પેકિંગ જૂઓ, લોકોનું તાલમેલ જોઈને તમે પણ કરશો વખાણ

|

May 17, 2022 | 5:40 PM

વાયરલ વીડિયોએ (Viral Video) લોકોને સમજાવ્યું કે, ભારતમાં રોબોટિક ઓટોમેશનની જરૂર નથી. કોબીના વેચાણકર્તાઓ વચ્ચેનું સંકલન જ વીડિયો જોવાથી ખબર પડી જાય છે. ટ્વિટર પર આ વીડિયોને 7 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

Viral Video: રોબોટની ઝડપે કોબીનું પેકિંગ જૂઓ, લોકોનું તાલમેલ જોઈને તમે પણ કરશો વખાણ
robotic speed packaging of cabbage

Follow us on

વિશ્વમાં વિકાસની ગતિ એટલી ઝડપી છે કે, જાણે તે પ્રકાશની ગતિને હરાવી દે છે. માણસો કરતાં બધાને મશીનો પર વધુ વિશ્વાસ છે. દરેક જગ્યાએ મશીનો જોવા મળી રહ્યા છે. તેની પાછળ એ છે કે મશીન કે રોબોટિક ઓટોમેશન (Robotic Automation) કોઈ પણ કામ માણસની ઝડપ કરતાં ઘણી ઝડપથી પૂર્ણ કરી શકે છે. આવો જ એક કોબીના પેકિંગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ટ્વિટર પર ઝડપથી વાયરલ થયેલા એક વીડિયોએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું. વાયરલ વીડિયોએ સેકન્ડોમાં સમજાવ્યું કે ભારતમાં રોબોટિક ઓટોમેશનની જરૂર કેમ નથી. કોબીના વેચાણકર્તાઓ વચ્ચેનું સંકલન, કોબીને પેક કરવાની પ્રક્રિયા અને ખૂબ જ સામાન્ય શાકમાર્કેટના વીડિયોમાં તેમની ઝડપ જોઈને લોકો એટલા ચોંકી ગયા કે તેઓએ કહ્યું, ‘આ કારણે જ ભારતને રોબોટિક ઓટોમેશનની જરૂર નથી’ના પ્રમુખ ગ્રીન બેલ્ટ એન્ડ રોડ ઇન્સ્ટિટ્યૂટ @ErikSolheim એ જ કેપ્શન સાથે તેના ટ્વિટર પેજ પર તે વીડિયો શેયર કર્યો છે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

જૂઓ આ વીડિયો…

શું તમે ક્યારેય કોબીને પેક કરવા માટે આવી મિકેનિઝમ જોઈ છે?

ટ્વિટર પર કોબી વેચનારના વીડિયોને અત્યાર સુધીમાં 8.15 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જેમાં શાકભાજી હોલસેલ માર્કેટ જેવી જગ્યા પર કોબીને પેકિંગ કરવાની ચાર સ્ટેપ પ્રોસેસ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. એક કોબી બે સેકન્ડમાં લેવામાં આવે છે, કાપવામાં આવે છે અને પેક કરવામાં આવે છે. શાકભાજીના ઢગલા પર બેઠેલો એક માણસ કોબી ઉપાડે છે અને ઝડપથી બીજા માણસ તરફ ફેંકી દે છે અને જે વ્યક્તિ હાથમાં છરી લઈને ઉભો છે, તેણે કોબીને કાપીને ત્રીજા માણસ તરફ ફેંકી જે તે કોબીને કોથળીમાં મૂકે છે. આ થેલી કોબીથી ભરીને છૂટક વેપારીઓને પહોંચાડવામાં આવે છે. જે તેઓએ એકસાથે એવી રીતે પૂર્ણ કર્યું કે, કોબી પર માત્ર થોડીક સેકન્ડો જ ખર્ચાઈ હશે.

આ વીડિયો સાબિત કરે છે કે મનુષ્ય સૌથી મુશ્કેલ કાર્યોને પણ સંકલિત અને વ્યવસ્થિત રીતે કરી શકે છે અને તેને એટલો બહેતર બનાવી શકે છે કે એક મશીન પણ તે કરી શકતું નથી. જીવનને મશીનો પર નિર્ભર કરવા કરતાં પોતાને એટલા સક્ષમ બનાવો કે મશીનની જરૂર ન પડે. કોબી વેચનારનો આ વીડિયો એ સાબિત કરવા માટે પૂરતો છે કે તેઓએ તેમનું કામ કોઈપણ રોબોટ કરતાં વધુ સારું અને ઝડપી કર્યું. આ વીડિયો દક્ષિણ ભારતના એક શહેરનો છે. જેણે લોકોને ભારતમાં રોબોટિક ઓટોમેશનના ભવિષ્ય વિશે ચિંતામાં મૂકી દીધા છે.

Next Article