Viral Video: ભેંસને બતાવ્યું લાલ કપડું, તો ભેંસે લીધો બદલો, વ્યક્તિની હાલત બગડી

|

Jun 17, 2023 | 1:42 PM

જેવી તે વ્યક્તિએ ભેંસને લાલ કપડું બતાવ્યું કે તરત જ ભેંસ તેની પાછળ ગઈ. અત્યાર સુધીમાં આ વીડિયોને 59 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

Viral Video: ભેંસને બતાવ્યું લાલ કપડું, તો ભેંસે લીધો બદલો, વ્યક્તિની હાલત બગડી
Image Credit source: Instagram

Follow us on

Ahmedabad: સોશિયલ મીડિયા પર આજકાલ એક પછી એક વિચિત્ર વીડિયો વાયરલ થઈ રહ્યા છે. લોકો પોતાને વાઈરલ કરવા માટે કોઈને કોઈ હાસ્યાસ્પદ બનાવવામાં કરતા રહે છે. ઘણી વખત આ મામલામાં લોકોના જીવ જોખમમાં મુકે છે અને કેટલીકવાર તેઓ પોતાનો જીવ પણ ગુમાવે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિની હાલત બાજુમાં રહેલી ભેંસને કારણે કફોડી થઈ ગઈ છે. આ વીડિયોને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ સતત અલગ અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાચો: Viral Video: સાડી પહેરીને આંખે પટ્ટી બાંધી યુવતીએ સ્કૂટી સાથે કર્યો સ્ટંટ, આ વીડિયો જોઈને તમે પણ થઈ જશો હેરાન!

51 વર્ષ બાદ અમિતાભ-જયાના લગ્નનું કાર્ડ થયું વાયરલ, આમિર ખાને ફેન્સને ચોંકાવ્યા
જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા
શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? ડૉક્ટર પાસેથી જાણો
Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર

કેટલાક પ્રાણીઓ ખૂબ જ શાંત હોય છે, પરંતુ જ્યારે તેઓ ગુસ્સે થાય છે ત્યારે તેમને નિયંત્રિત કરવું મુશ્કેલ બની જાય છે. આ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળે છે. ભેંસને શાંત પ્રાણી માનવામાં આવે છે, પરંતુ આ વ્યક્તિએ ભેંસને પણ ગુસ્સે કરી દીધી.

ખરેખર, એક ભેંસ આરામથી ઉભી હતી. ત્યારે જ એક વ્યક્તિ એ ભેંસને લાલ રંગનું કપડું બતાવે છે. પછી શું હતું, ભેંસે પેલા વ્યક્તિની ક્લાસ લગાવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે લાલ કપડું બતાવ્યા બાદ ભેંસ તે વ્યક્તિની પાછળ પડી ગઈ હતી. ભેંસે તે માણસને તેના માથા ઉપર ઊંચકીને નીચે પાડી દીધો. આટલું જ નહીં, આ પછી ભેંસો તે વ્યક્તિને અલગ અલગ જગ્યાએ દોડાવતી રહી હતી.

યુઝર્સ આપી આવી પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યા બાદ અત્યાર સુધીમાં 59 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ અદ્ભુત વિડીયો જોયા પછી યૂઝર્સની હાસ્ય રોકાઈ રહ્યું નથી. ભૂતકાળમાં પણ ભેંસોના ટોળાનો વીડિયો વાયરલ થયો હતો. વાસ્તવમાં ભેંસનું ટોળું સ્વિમિંગ પૂલમાં કૂદી પડ્યું હતું. આ ઘટનાને કારણે તે સ્વિમિંગ પૂલના માલિકને 25 લાખનું નુકસાન થયું હતું.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article