Viral Video : Indigo ફ્લાઈટમાં દોઢ કલાક સુધી બંધ રહ્યું AC, ગરમીના કારણે મુસાફરોની હાલત ખરાબ, કાર્ડથી હવા નાખતા જોવા મળ્યા યાત્રીઓ

આ ફ્લાઈટ ચંદીગઢથી જયપુર માટે ઉડાન ભરી હતી. પહેલા તો મુસાફરોને 10-15 મિનિટ સુધી આકરા તડકામાં લાઈનમાં ઊભા રહેવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારપછી જ્યારે લોકો ફ્લાઈટમાં પ્રવેશ્યા તો તેમણે જોયું કે AC કામ કરી રહ્યું નથી.

Viral Video : Indigo ફ્લાઈટમાં દોઢ કલાક સુધી બંધ રહ્યું AC, ગરમીના કારણે મુસાફરોની હાલત ખરાબ, કાર્ડથી હવા નાખતા જોવા મળ્યા યાત્રીઓ
Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2023 | 5:45 PM

ઉનાળાની ઋતુમાં પંખા, AC અને કુલર વિના જીવવું ખૂબ મુશ્કેલ છે. જો પંખો થોડીક સેકન્ડ માટે બંધ કરી દેવામાં આવે તો લાગે છે કે કોઈએ ઉપાડીને આગ પર બેસાડી દીધો હોય. ગરમીના કારણે કેટલાક લોકોની હાલત પણ ખરાબ થવા લાગે છે. હવે જરા વિચારો કે જો તમારે આકરી ગરમીમાં એકાદ કલાક કે દોઢ કલાક ફ્લાઈટમાં મુસાફરી કરવી પડે અને જો AC ન ચાલે તો તમારું શું થશે. ગરમીને કારણે સ્થિતિ ભયંકર થઈ જશે. આવું જ કંઈક ઈન્ડિગો એરલાઈન્સમાં મુસાફરી કરતા લોકો સાથે થયું છે.

આ પણ વાંચો: Viral Video: પ્રેમમાં પાગલ વ્યક્તિ ! પોતાની છાતીના વાળ તોડીને ગર્લફ્રેન્ડ માટે બનાવ્યું ઓશીકું, જુઓ પ્રેમીનો VIDEO

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

શનિવારે એટલે કે 5 ઓગસ્ટના રોજ, ઈન્ડિગોની ફ્લાઈટ (નંબર: 6E7261)માં હાજર મુસાફરોને ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ઈન્ડિગોની ફ્લાઈટે ચંદીગઢથી જયપુર માટે ઉડાન ભરી હતી. પહેલા તો મુસાફરોને 10-15 મિનિટ સુધી આકરા તડકામાં લાઈનમાં ઊભા રહેવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારપછી જ્યારે લોકો ફ્લાઈટમાં પ્રવેશ્યા તો તેમણે જોયું કે AC કામ નથી કરી રહ્યું. મુસાફરોને લાગ્યું કે ટેકઓફ દરમિયાન AC ચાલુ થઈ જાય, પરંતુ તેમ છતાં AC ચાલુ ન થયું. લોકોને ટેક ઓફથી લઈને લૈંડિંગ સુધી આકરી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. ગરમીના કારણે મુસાફરોની હાલત ખરાબ થઈ ગઈ હતી.

કડક કાર્યવાહીની માંગ કરી છે

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વાડિંગે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં લોકો કાર્ડથી હવા નાખતા જોઈ શકાય છે. ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કરતા અમરિંદર સિંહે કહ્યું કે મુસાફરોને આખી મુસાફરી દરમિયાન સખત ગરમી સહન કરવી પડી હતી. ફ્લાઇટ દરમિયાન આ સમસ્યા ઉકેલાઈ ન હતી. એર હોસ્ટેસે ગરમીથી પરેશાન મુસાફરોને પરસેવો લૂછવા માટે ટિશ્યુ પેપર આપ્યા હતા. સમગ્ર પ્રવાસ દરમિયાન મહિલાઓ અને બાળકો તકલીફમાં દેખાયા હતા. સિંહે કહ્યું કે આ એક મોટી ટેકનિકલ સમસ્યા છે. ઈન્ડિગો એરલાઈન્સ અને સંબંધિત અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ, જેથી મુસાફરોને ફરી ક્યારેય આ ગંભીર સમસ્યાનો સામનો કરવો ન પડે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">