Viral Video : દુકાનમાં ચોરી કરવા માટે ચોર બંદુક લઈને ઘૂસ્યા, આ વ્યક્તિએ એવી ચાલાકી વાપરી કે બંને ચોરની હવા ટાઈટ !

|

Oct 25, 2021 | 6:43 PM

સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા આશ્ચર્યજનક વીડિયો જોવા મળે છે. આ દિવસોમાં આવો જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે,જે જોઈને તમે પણ ચોંકી જશો.

Viral Video : દુકાનમાં ચોરી કરવા માટે ચોર બંદુક લઈને ઘૂસ્યા, આ વ્યક્તિએ એવી ચાલાકી વાપરી કે બંને ચોરની હવા ટાઈટ !
robbery at store video goes viral

Follow us on

Viral Video: સોશિયલ મીડિયાની દુનિયામાં કોઈને કોઈ વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બને છે. તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. અમેરિકાથી (America) એક ઘટના સામે આવી છે જેમાં બે ચોર ચોરી કરવા માટે એક સ્ટોરમાં ઘૂસ્યા હતા પણ ત્યાં ઉભેલા એક વ્યક્તિએ એટલી જબરદસ્ત ચાલાકી કરી કે બંને ચોરોની હવા ટાઈટ થઈ ગઈ. આ વીડિયો જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

 

સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંને ચોર દુકાનનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ કરે છે અને પ્રવેશતાની સાથે જ તે બંદૂક બતાવે છે, ત્યારે દુકાનની (Store) અંદર ઉભેલા એક વ્યક્તિએ ચોરની બંદૂક પકડી અને તેને ઝડપથી બીજી તરફ ફેરવી. આ જોઈને પાછળનો ચોર તરત જ ત્યાંથી ભાગી જાય છે. આ વ્યક્તિએ ચોરને બરાબરનો પાઠ ભણાવ્યો.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

જુઓ દિલધડક દ્રશ્યો

વીડિયો જોઈને લોકોને ખુબ આશ્ચર્ય થઈ રહ્યુ છે

એક રિપોર્ટ અનુસાર ચોરને પાઠ ભણાવનાર વ્યક્તિનું નામ જેમ્સ કિલસર (James Kilser) છે. તેમણે અમેરિકન મરીનમાં સેવા આપી છે. તેણે માત્ર તાત્કાલિક પગલાં જ લીધા નહીં, પરંતુ ચોર પાસેથી તેની બંદૂક પણ છીનવી લીધી. આ સાથે તેના પર જોરદાર હુમલો થયો અને ચોર નીચે પડી ગયો. આ વીડિયો જોઈને લોકોને ખુબ આશ્ચર્ય થઈ રહ્યુ છે.

 

મળતી માહિતી અનુસાર આ ઘટના અમેરિકાના એરિઝોનાની કહેવામાં આવી રહી છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બે ચોર અહીં સ્થિત એક સ્ટોરમાં લૂંટ કરવા માટે ઘૂસ્યા હતા. આ સ્ટોર એક ગેસ સ્ટેશનની નજીક આવેલો છે, આ સમગ્ર ઘટના સ્ટોરના CCTV કેમેરામાં કેદ થઈ હતી.જેનો વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet)પર છવાયો છે.

 

આ પણ વાંચો : Video : ઈન્ટરનેટની દુનિયામાં છવાઈ આજ્ઞાકારી મરઘી, આ મરઘીને જોઈને તમે પણ વિચારમાં પડી જશો

આ પણ વાંચો :  Video : આ યુવતી અદ્ભૂત ડાન્સ કરી રહી હતી, પરંતુ બાદમાં કંઈક એવુ થયુ કે લોકોની આંખો ચાર થઈ ગઈ !

Next Article