ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં DIAL-112માં પોસ્ટ કરાયેલા એક કોન્સ્ટેબલે ઓનલાઈન ગેમિંગમાં 15 લાખ રૂપિયા ગુમાવ્યા. કોન્સ્ટેબલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો અને અધિકારીઓને અપીલ કરી કે તેને વિભાગના દરેક કર્મચારી પાસેથી 500 રૂપિયા આપવામાં આવે. વીડિયોમાં કોન્સ્ટેબલ કહેતા સંભળાય છે – ‘હું તમને વિનંતી કરું છું કે જો તમે દરેક કર્મચારી પાસેથી 500-500 રૂપિયાનું યોગદાન મળશે, તો કદાચ હું આત્મહત્યા ન કરું. અન્યથા આત્મહત્યા કરીશ. જો કે TV 9 ગુજરાતી આ વીડિયોની પુષ્ટી કરતું નથી.
વાયરલ વીડિયોમાં કોન્સ્ટેબલ કહેતા સંભળાય છે કે તેણે ઓનલાઈન ગેમિંગમાં લાખો રૂપિયા ગુમાવ્યા છે અને આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે કોન્સ્ટેબલનો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ એસપી ઉન્નાવએ તેનું કાઉન્સેલિંગ કર્યું છે. તેને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મંગળવારે મોડી રાત્રે, પોલીસ લાઇન્સથી સંચાલિત યુપી-112 ઓફિસમાં તૈનાત કોન્સ્ટેબલ સૂર્ય પ્રકાશે 1:20 મિનિટનો આ વીડિયો વાયરલ કર્યો હતો.
વીડિયોમાં કોન્સ્ટેબલે કહ્યું, “જય હિંદ સર, હું એક કોન્સ્ટેબલ છું… યુપી 112 ઉન્નાવમાં પોસ્ટેડ છું. સર, હું છેલ્લા કેટલાક દિવસોથી પરેશાન છું. બેંકમાંથી લોન લેવા ઉપરાંત,લોકો પાસેથી પણ ઉધાર રૂપિયા લીધા છે. 10-15 લાખ રૂપિયા ગુમાવ્યા છે.મને નથી સમજાતું કે હવે હું શું કરૂ. તમને નિવેદન છે કે, દરેક કર્મચારી પાસેથી 500-500 રૂપિયનો સહયોગ મળશે તો કદાચ હું આત્મહત્યા કરતા બચી જઇશ, મળે જો આ યોગદાન રકમ મળશે તો હું મારૂ દેવું ચુકવી શકિશ, અને એક સામાન્ય માણસની જેમ જીંદગી જીવી શકીશ.રકમ નહીં મળે તો મારે મોતને વહાલું કરવું પડેશ.’
એસપી દીપક ભુકરે કહ્યું કે આ મામલો તેમના ધ્યાન પર આવ્યો છે. સૈનિક ગેરહાજર ચાલી રહ્યો હતો. તેનું કાઉન્સેલિંગ કરીને તેને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે.