લોન માટે બેંકમાંથી વારંવાર આવી રહ્યા હતા ફોન, બે યુવકોએ બેંકમાં ઘુસીને કર્મચારીની ધોલાઈ કરી, જુઓ Viral Video

|

Feb 05, 2023 | 6:02 PM

Viral Video : ગુજરાતના નડિયાદમાં બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં આવેલા બે યુવકોએ એક કર્મચારી સાથે મારપીટ કરી હતી. મારામારીની આ સમગ્ર ઘટના બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

લોન માટે બેંકમાંથી વારંવાર આવી રહ્યા હતા ફોન, બે યુવકોએ બેંકમાં ઘુસીને કર્મચારીની ધોલાઈ કરી, જુઓ Viral Video
નડિયાદની બેંકમાં મારામારી

Follow us on

સોશિયલ મીડિયામાં આજકાલ અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. જો કે તાજેતરમાં ગુજરાતના નડિયાદ શહેરનો એક વાયરલ વીડિયો સામે આવ્યો છે. જેમાં બેંકમાંથી વારંવાર ફોન આવવાના કારણે કંટાળેલા બે યુવકોએ બેંક કર્મચારીને થપ્પડ માર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

ઘટના કઇક એવી છે કે ગુજરાતના નડિયાદમાં બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં આવેલા બે યુવકોએ એક કર્મચારી સાથે મારપીટ કરી હતી. મારામારીની આ સમગ્ર ઘટના બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને યુવકો સામે ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે, બેંકવાળા એટલા બધા ફોન કરતા હતા કે તેઓ પરેશાન હતા. તેથી જ તેમને પાઠ ભણાવવા માટે આ ઘટના કરવામાં આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બેંક કર્મચારીને માર મારવાનો વાયરલ વીડિયો અહીં જુઓ

પોલીસને મળેલી ફરિયાદમાં બેંકર મનીષ ધનગરે જણાવ્યું હતુ કે, તે બેંક ઓફ ઈન્ડિયાની નડિયાદ-કપડવંજ શાખામાં કામ કરે છે અને અહીં લોન ડેસ્ક સંભાળે છે. તેણે જણાવ્યું કે શુક્રવારે બપોરે સમર્થ બ્રહ્મભટ્ટ નામનો યુવક બેંકમાં આવ્યો હતો અને સીધો તેની પાસે ગયો અને મારપીટ કરવા લાગ્યો હતો. દરમિયાન આ યુવક સાથે આવેલા પાર્થ નામના યુવકે પણ તેને લાતો અને મુક્કા માર્યા હતા.

પોલીસે મનીષની ફરિયાદ પર કેસ નોંધીને સીસીટીવી ફૂટેજ સ્કેન કરવાનું શરૂ કર્યું છે. વીડિયોમાં આરોપીઓની ઓળખ કર્યા બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. બેંકર મનીષ ધનગરે જણાવ્યું કે, આરોપીઓને બેંકમાંથી બોલાવવામાં આવ્યા હતા. તેમને ઘર વીમા પોલિસીની કોપી જમા કરાવવા માટે સતત કહેવામાં આવતું હતું, પરંતુ આરોપીઓ તેને જમા કરાવતા આવતા ન હતા અને બેંકના કર્મચારીઓને ધમકાવતા હતા.

બીજી તરફ આરોપીએ જણાવ્યું કે, તેણે બેંકમાંથી હોમ લોન લીધી હતી. ઓડિટ દરમિયાન જાણવા મળ્યું કે તેણે તેની હોમ ઈન્સ્યોરન્સ પોલિસી જમા કરાવી નથી. તેણે કહ્યું કે બેંકવાળા એટલા ફોન કરી રહ્યા હતા કે તે નારાજ થઈ ગયો. તેણે બેન્કરોને પાઠ ભણાવવા માટે આવું કર્યું હતું.

Next Article