આપણે ઘણીવાર ઘણાને એવું કહેતા સાંભળ્યા છે કે સોશિયલ મીડિયા ગેરમાર્ગે દોરનારું હોઈ શકે છે. તાનસુ યેગેન દ્વારા શેર કરવામાં આવેલો એક તાજેતરનો વાયરલ વીડિયો આવી જ બાબત સાબિત કરે છે. આ પ્રકારના વીડિયો બનાવીને લોકોએ એ સાબિત કરવાનો પ્રયાસ પણ કર્યો છે કે આપણે સામાન્ય રીતે વીડિયો જોઈને અંજાઈ જઈએ છે તેની વાસ્તવિકતા કંઇક અલગ જ હોય છે. તાનસુ યેગેને તેના ટ્વિટર પર એક અન્ય વીડિયો શેર કર્યો છે જે કંઈક આવું જ દર્શાવે છે. આપણે ઘણી વાર સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ કે કોઈએ બહું શાનદાર કામ કર્યું હોય છે, પરંતુ પડદા પાછળની વાસ્તવિકતા પણ કંઇક જુદું જ હોય છે આ વાયરલ થયેલો વીડિયો પણ એવો જ છે.
વાયરલ થયેલા વીડિયોની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, “સોશિયલ મીડિયા વીડિયો પ્રતિભાના સ્તરને ગેરમાર્ગે દોરી શકે છે.”
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનો છોકરો પાણીના નાના ગ્લાસથી દૂર બેઠો છે અને નાના પ્લાસ્ટિકના ગ્લાસમાં દૂરથી પથ્થર ફેંકી રહ્યો છે. જ્યારે તે પથ્થર ફેંકે છે, ત્યારે તેનું દરેક નિશાન યોગ્ય રીતે પાણીમાં જ પડે છે આ જોઈને લાગે કે અરે વાહ આ બાળક તો કેટલો સરસ રીતે નિશાન સાધી શકે છે આને તો ઓલિમ્પિકમાં મોકલવો જોઈએ, જો કે તેની પોલ ત્યારે ખૂલે છે જ્યારે કેમેરા ઝૂમ આઉટ થાય છે, ત્યારે તમે જોઈ શકો છો કે અન્ય એક યુવાન છોકરો પાણીના કન્ટેનરની બાજુમાં બેઠો છે અને તેમાં પથ્થરો મૂકે છે.
વિડિયોની શરૂઆતમાં કેમેરાનો એંગલ એક ભ્રમણા આપે છે કે દૂર રહેલો છોકરો જાતે જ નિશાન સાધે છે જોકે વીડિયો જોયા પછી ખબર પડે છે કે આમાં તો તેનો મિત્ર જ તેને મદદ કરી રહ્યો છે અને આ બંને લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છે. જો કે બાળકોની ચાલાકીનો આ વીડિયો લોકોને ઘણો પસંદ આવ્યો હતો. કેટલાક લોકોએ તો આ વીડિયોની નીચે આવી જ કારીગરીના વીડિયો મૂક્યા હતા.
Social media videos might be misleading the level of the talent😊 pic.twitter.com/Lv9ivtMeOg
— Tansu YEĞEN (@TansuYegen) January 1, 2023
Published On - 3:01 pm, Fri, 6 January 23