TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: જ્યારે ઇન્ટરવ્યૂઅરે સવાલ પુછ્યો તમે જીવનમાં કેટલું જોખમ લઇ શકો છો

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': જ્યારે ઇન્ટરવ્યૂઅરે સવાલ પુછ્યો તમે જીવનમાં કેટલું જોખમ લઇ શકો છો
TV9 Gujarati 'Hasya no Dayro'

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

પપ્પુ ઘણા દિવસોથી ચિંતિત હતો. તેને નોકરી નહોતી મળતી.

એક દિવસ તે ઈન્ટરવ્યુ આપવા ગયો..

ઈન્ટરવ્યુ લેનારે પહેલો સવાલ કર્યોઃ તમે કેટલુ મોટુ જોખમ લઈ શકો છો…

પપ્પુઃ સર, ભગવાન પાસે આવતા જન્મમાં પણ આ જ પત્ની માંગી છે.

આ જવાબ બાદ પપ્પુને નોકરી મળી ગઈ. 😂😁🤣 🙈🙈🙈🙈

2

જજઃ તમે ત્રીજી વાર અદાલતમાં આવ્યા છો… તમને શરમ નથી આવતી..?

ગુનેગારઃ સર, તમે તો રોજ અદાલતમાં આવો છો… તમારે તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવુ જોઈએ..

3

મોહન અને સોહન આઠમાં ધોરણમાં આઠ વાર ફેલ થયા.

મોહનઃ ચાલ આત્મહત્યા કરી લઈએ.

સોહનઃ ગાંડો થઈ ગયો છે શું? આવતા જન્મમાં પાછુ નર્સરીથી શરૂ કરવુ પડશે. 😂😁🤣

4

પવનઃ કેવી રીતે બળી ગયા તારા હોઠ?

ગુડ્ડુઃ પત્નીને મૂકવા સ્ટેશને ગયો હતો…

ખુશીનો માર્યો ટ્રેનના એન્જિનને ભેટી પડ્યો હતો….😂😁🤣

5

કામથી પરેશાન એક ડિઝાઈનર કંપનીના ટોઈલેટમાં ગયો. અંદર જઈને બેઠો હતો કે અચાનક સામેની દિવાલ પર નજર પડી.

સામેની દિવાલ પર લખ્યુ હતુ… આટલુ જોર પોતાના કામ પર દેતો તો તે કામ પૂરુ થઈ જાત.

6

ડૉક્ટરઃ તમારા ત્રણ દાંત કેવી રીતે તૂટી ગયા?

દર્દીઃ પત્નીએ કડક રોટલી બનાવી હતી.

ડૉક્ટરઃ તો જમવાની ના પાડી દેતા!

દર્દીઃ હા, એ જ તો કર્યુ હતુ 😆🤪😃😝😅😭😂😁🤣

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

હવે ગાય અને ભેંસ પણ ખાશે ખાસ કેન્ડી ચોકલેટ, પોષક તત્વોથી ભરપૂર આ ચોકલેટથી દૂધનું ઉત્પાદનમાં થશે વધારો

આ પણ વાંચો –

IPL 2021: ઋતુરાજ ગાયકવાડે ઢગલાબંધ એવોર્ડ જીત્યા, વિજેતા બનનારા અન્ય ખેલાડીઓની સંપૂર્ણ યાદી જુઓ

આ પણ વાંચો –

રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે દંડકારણ્યના પ્રત્યેક યાત્રાળુ દીઠ 5 હજારની આર્થિક સહાય અપાશે : પ્રવાસન મંત્રી

Click on your DTH Provider to Add TV9 Gujarati