આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં
1
એક મહિલા જલ્દીથી આવી અને રીક્ષાવાળાને કહ્યું, ‘ભૈયા જલ્દીથી પ્રેગ્નન્સી વોર્ડ ચાલો’
રિક્ષાવાળો ખુબ જ ઝડપથી રીક્ષા ચલાવવા લાગ્યો
ત્યારે મહિલાએ રીક્ષાવાળાને કહ્યું, આરામથી ચાલો ભૈયા, હું ત્યાં કામ કરું છું.
2
રાત્રે મોડા ઘરે આવ્યો તો પત્નીએ ખાવામાં દૂધ રોટલી તૈયાર રાખી હતી તો “મેં” નાના નાના ટુકડા કરીને દૂધમાં નાખ્યા અને તેનો ફોટો પાડી “ફેસબુક પર અપલોડ” કરી દીધો અને ટાઈટલમાં લખ્યું “યમ્મી મિલ્ક ચપાટી.”
સવારે ઉઠીને “ફેસબુક ચેક” કર્યું તો “મેં” સપનામાં પણ નહોતું વિચાર્યું એટલી લાઈક મળી અને એનાથી વધારે આશ્ચર્ય એ હતું કે ઢગલાબંધ લોકોએ તેની “રેસિપી” વિશે પૂછ્યું હતું.
એ પોસ્ટ પર આવેલી કોમેન્ટ વાંચ્યા પછી તો મારી આંખોમાં અંધારું જ છવાઈ ગયું.
🤦🏻♂️🤦♂️🙇🏿♂️🙇🏿♂️🙆♂️🙆♂️
👇🏼👇👇👇
1) દૂધ “ગાય”નું કે “ભેંસ”નું લેવાનું?
2) રોટલી હાથથી તોડીને “ચોળવા”ની કે “ગ્રાઈન્ડર”માં?
3) એક રોટલી માટે “દૂધ” કેટલું લેવાનું?
4) દૂધમાં “ખાંડ”ની જગ્યાએ “ગોળ” નાંખી શકીએ?
5) એક રોટલી માટે “ખાંડ” કેટલી ચમચી નાખવાની?
6) “દૂધ ઠંડુ” લેવાનું કે “ગરમ?”
7) રોટલી ના બદલે પાંવ ચાલશે?
8) શું રોટલી તાજી હોવી જોઈએ કે વાસી ચાલશે?
અને
કેટલાક શિક્ષિત Ph.D. લોકોની કૉમેન્ટ્સ તો ભગવાન માફ કરે.
9) રોટલી માટે લોટ તૈયાર લેવાનો કે ઘઉં દળાવીને લેવાનો છે?
🤔🤔🤔🤔
10) રોટલી રૂમાલી લેવાની કે ફુલકા?
🙄🙄🙄🙄
11) રોટલી “પોતે જ” બનાવવાની કે રસોઈ કરવાવાળી બાઈ બનાવે તો ચાલશે?
અને
એકે તો “હદ જ” કરી દીધી
12) રોટલી “પતિ” બનાવે તો ચાલશે?
Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –
Published On - 9:57 am, Thu, 14 October 21