Trending Video: ગણેશ પૂજામાં વરુણ શર્મા મન્નત માગતો રહ્યો અને પાછળથી સલમાન ખાને મજાક ઉડાવી દીધી

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન પોતાના અનોખા અંદાજ અને મસ્તીખોર શૈલી માટે જાણીતા છે. તાજેતરમાં જ સોહેલ ખાનના ઘરે યોજાયેલી ગણેશ પૂજા દરમિયાન સલમાન ખાને કંઈક એવું કર્યું કે, ત્યાં હાજર તમામ લોકો પેટ પકડીને હસવા લાગ્યા. પૂજામાં મગ્ન એક્ટર વરુણ શર્માની સલમાન ખાને એવી રમુજી રીતે મજાક ઉડાવી કે, વરુણ પોતે પણ ચોંકી ગયો.

Trending Video: ગણેશ પૂજામાં વરુણ શર્મા મન્નત માગતો રહ્યો અને પાછળથી સલમાન ખાને મજાક ઉડાવી દીધી
| Updated on: Sep 16, 2026 | 5:45 PM

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન ભલે પોતાના ગુસ્સા માટે બદનામ હોય પરંતુ જ્યારે તે મસ્તીના મૂડમાં હોય છે, ત્યારે ભલભલા પણ પાછળ રહી જાય છે. હવે ગઈકાલે 15 સપ્ટેમ્બરને મંગળવારને રાતની જ વાત જોઈ લો, જ્યારે સલમાન ખાને વરુણ શર્માની મજાક ઉડાવી દીધી અને એક્ટરને ખબર પણ ન પડી કે, તે ક્યારે મજાકનું પાત્ર બની ગયો.

અસલમાં બન્યું એવું કે, ગઈકાલે 15 સપ્ટેમ્બરને મંગળવારે રાત્રે સોહેલ ખાન દ્વારા ગણેશ પૂજા રાખવામાં આવી હતી, જ્યાં ઘણા બધા સેલેબ્સ આવ્યા હતા. આમાં સલમાન ખાન પણ જોડાયો હતો અને તેનો કૂલ લુક બધી જગ્યાએ ચર્ચામાં છવાયેલો છે.

Salman Khan એ ઉડાવી Varun Sharma ની મજાક

સલમાન ખાન જ્યારે ગણેશજીની સામે શીશ નમાવવા અને આશીર્વાદ લેવા માટે પહોંચ્યા, ત્યારે ત્યાં વરુણ શર્મા પહેલાથી જ હાજર હતો. તે ગણેશજીની પૂજા-અર્ચનામાં એટલો મગ્ન હતો કે, તેને ખબર જ ન પડી કે સલમાન ખાન ક્યારે ત્યાં પહોંચી ગયો. બસ પછી શું હતું, સલમાન ખાન તેની બાજુમાં જઈને ઊભો રહી ગયો.

ત્યારબાદ સલમાને વરુણને કહ્યું, “કેટલી મન્નત માંગીશ… ભગવાન વધારે વાર સુધી મન્નત માંગવાથી વધારે કઈ નથી આપી દેવાના.” બસ પછી શું હતું, ત્યાં ઊભેલા બધા લોકો ભાઈજાનના આ રિએક્શન પછી હસવા લાગ્યા અને વરુણ શર્મા પણ ચોંકી ગયો.

EID 2026 પર એક્શન કરતા જોવા મળશે Salman Khan

અભિનેતા સલમાન ખાનના કરિયરની વાત કરીએ તો, તે આ સમયે ડિરેક્ટર વામશીની અપકમિંગ એક્શન ડ્રામામાં વ્યસ્ત છે. આ ફિલ્મને ખૂબ જ મોટાપાયે શૂટ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં સલમાન ખાનની સાથે નયનતારા પણ જોવા મળશે.

અહેવાલો છે કે, આ મૂવી આવતા વર્ષે ઈદના અવસર પર સિનેમાઘરોમાં દસ્તક દેશે. દર્શકો ભાઈજાનની જેવી મૂવીને ઈદ પર વર્ષોથી મિસ કરી રહ્યા છે, વામશીની અપકમિંગ એક્શન ડ્રામા તેની કમી પૂરી કરી શકે છે.

Breaking News: Maatrubhumi ને CBFC તરફથી ન મળી રાહત, સલમાન ખાનની બિગ બજેટ ‘વોર ડ્રામા’ અટકાઈ

Follow Us
Loading...
Unable to load recommendations.