Trending Video : ‘તુમ બોલ છોડો, હમ પાની છોડતે હૈં!’ ભારત સામેની હાર વચ્ચે પાકિસ્તાની ફિલ્ડરને ભારતીય ફેન્સની ટકોર

પાકિસ્તાનની ફિલ્ડિંગ દરમિયાન ભારતીય ફેન્સે પાકિસ્તાની ખેલાડીઓને જોરદાર ચીડાવ્યું છે. ખાસ વાત એ છે કે માત્ર ચીડાવ્યા જ નહીં, પરંતુ તેની મુશ્કેલીને વધુ યાદ અપાવતી ટિપ્પણી પણ કરી. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Trending Video : ‘તુમ બોલ છોડો, હમ પાની છોડતે હૈં!’ ભારત સામેની હાર વચ્ચે પાકિસ્તાની ફિલ્ડરને ભારતીય ફેન્સની ટકોર
IND vs PAK Indian Fans Taunt Pakistani Player
Image Credit source: X | @pranav_cool
| Updated on: Oct 03, 2026 | 2:36 PM

નિશિનના કારોગી સ્પોર્ટ્સ પાર્કમાં ભારતે પાકિસ્તાન સામે 212 રનનું લક્ષ્ય રાખ્યું હતું. તેમાં ભારતની જીત થઈ છે. પાકિસ્તાનની ફિલ્ડિંગ દરમિયાન ભારતીય ફેન્સે પાકિસ્તાની ખેલાડીઓને જોરદાર રીતે ચીડાવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન મેદાન પર ખરેખર શું થયું હતું? ચાલો જાણીએ.

હકીકતમાં, પાકિસ્તાનની ફિલ્ડિંગ ચાલી રહી હતી ત્યારે સેમ અયુબ બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. તે સમયે ભારતનો ઓપનર અભિષેક શર્મા પાકિસ્તાની બોલરોની જોરદાર ધુલાઈ કરી રહ્યો હતો. આ દરમિયાન સેમ અયુબ ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે ભારતીય ફેન્સે તેને ચીડાવ્યું હતું. આ વીડિયો @pranav_cool દ્વારા X પર શેર કરવામાં આવ્યો છે.

તુમ બોલ છોડો, અમ પાણી છોડતે હૈ

અભિષેક શર્માના આક્રમક બેટિંગને કારણે પાકિસ્તાની ફિલ્ડરોને મેદાન પર સતત દોડવું પડી રહ્યું હતું. તેથી ભારતીય ફેન્સે સેમ અયુબને ‘પાણી આપું કે?’ કહીને ચીડાવ્યું હતું. ખાસ વાત એ છે કે ભારતીય ફેન્સ અહીં અટક્યા નહોતા. તે લોકો બોલ્યા ‘તુમ બોલ છોડો, અમ પાણી છોડતે હૈ’ એવી ટિપ્પણી કરીને પાકિસ્તાનને વધુ ચીડાવ્યું.

જુઓ Video

પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં

તુમ બોલ છોડો, અમ પાણી છોડતે હૈ. આ ભારતીય ફેન્સની ટિપ્પણીનો એક અલગ સંદર્ભ પણ છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લીધાં હતાં. તેમાં સિંધુ જળ કરારને સ્થગિત કરવાનો નિર્ણય સૌથી મહત્વપૂર્ણ અને ઐતિહાસિક મુદ્દાઓમાંનો એક રહ્યો હતો. ભારતે ત્યારે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સંપૂર્ણપણે અને કાયમ માટે બંધ નહીં કરે, ત્યાં સુધી આ કરાર આગળ નહીં વધે. લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં. ભારતે આ વલણ ફરી એકવાર આક્રમક રીતે રજૂ કર્યું હતું.

તિલક-શિવમે ભારતને 200ની પાર પહોંચાડ્યું

ભારતની ઇનિંગ્સને મોટો સ્કોર અપાવવામાં તિલક વર્મા અને શિવમ દુબેએ અંતિમ તબક્કામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સાતમા ક્રમે બેટિંગ કરવા આવેલા શિવમ દુબેએ 15 બોલમાં 27 રન કર્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા હતા. બીજી તરફ, તિલક વર્માએ અણનમ 51 રનની શાનદાર ઇનિંગ્સ રમીને ભારતને 200 રનના આંકડાને પાર પહોંચાડ્યું. તિલકે માત્ર 22 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા. આ રીતે ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા.

આ પણ વાંચો, Trending Video : ₹850 ના લીંબુ અને ₹300 ની કાકડી, શાકભાજીના ભાવની સરખામણી કરી ભારતીયે ઉઠાવ્યો ગંભીર મુદ્દો !

 

Follow Us
Loading...
Unable to load recommendations.