Viral: આ વ્યક્તિ દુનિયાની સૌથી નાની કારમાં કરી આવ્યો બ્રિટેનનો પ્રવાસ, હાથથી પણ ઉપાડી શકાય છે કારને

|

Dec 13, 2021 | 9:56 AM

ઘણી વખત લોકો એવું ગજબ કામ કરતા હોય છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય ત્યારે યુકેના 31 વર્ષીય એલેક્સે વિશ્વની સૌથી નાની કાર સાથે શાનદાર કામ કર્યું છે.

Viral: આ વ્યક્તિ દુનિયાની સૌથી નાની કારમાં કરી આવ્યો બ્રિટેનનો પ્રવાસ, હાથથી પણ ઉપાડી શકાય છે કારને
Traveled to Britain

Follow us on

દુનિયામાં વિચિત્ર રેકોર્ડ બનાવવા માટે લોકો કંઈ પણ કરે છે. શોખ વ્યક્તિને જીવવાનો જુસ્સો આપે છે. લોકો મોટી કારના શોખીન છે. પરંતુ આજે ભીડ એટલી વધી ગઈ છે કે મોટી ગાડી રસ્તા પર ઉભી જોવા મળે છે અને તેમાં એક માણસ બેઠો હોય છે અને 5 સીટ ખાલી પડેલી હોય છે. યુકેના 31 વર્ષીય એલેક્સે વિશ્વની સૌથી નાની કાર( Smallest Car in the World) સાથે શાનદાર કામ કર્યું છે. આ કાર એટલી નાની છે કે તેને એક હાથે ઉપાડી શકાય છે.

યુકેને સંપૂર્ણપણે કર્યું કવર

આ કાર દ્વારા એલેક્સે યુકે (United Kingdom)ને એક છેડાથી બીજા છેડા સુધી આવરી લીધું હતું. આ સમગ્ર પ્રવાસમાં એલેક્સની કારની સૌથી ઝડપી સ્પીડ 23 mph હતી. તેણે આ યાત્રા 13 નવેમ્બરે શરૂ કરી હતી. ત્રણ અઠવાડિયા પછી તેની યાત્રા પૂર્ણ થઈ હતી. જ્યારે તે તેની નાની કારમાં રસ્તા પર જતો ત્યારે બધા તેને જોતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જે કારમાં એલેક્સે આ સફર પૂર્ણ કરી તે પીલ P50 છે. આ કાર 1962માં બની હતી. આ કારમાં એક જ દરવાજો છે. તે 1962 થી 1965 દરમિયાન બનાવવામાં આવી હતી. જે બાદ તેનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું હતું.

તમે તેને હાથથી પણ ઉપાડી શકો છો

એલેક્સ (Alex)ની આ યાત્રા 1400 માઈલની હતી. આટલી નાની કારમાં મુસાફરી કરવી પોતાનામાં એક પડકાર હતો. એલેક્સ પોતે 5 ફૂટ 11 ઇંચનો છે. આ કાર માત્ર 137 સેમી લાંબી અને 99 સેમી પહોળી છે. આ કારનું વજન એટલું ઓછું છે કે તેને હાથ વડે પણ ઉપાડી શકાય છે. તેણે તોફાન વચ્ચે પણ આવી હળવી કાર ચલાવી. તેણે ત્રણ અઠવાડિયામાં જે સફર પૂરી કરી તે 14 કલાકમાં પૂરી થઈ શકે છે.

કંઈક કરવાનો મનમાં સંકલ્પ હોય તો દુનિયામાં કંઈજ અશક્ય નથી ત્યારે એલેક્સે પણ પોતાના મજબૂત મનોબળથી કરી બતાવ્યું છે. આપણે ઘણી સાંભળતા અથવા જોતા હોઈએ છીએ કે એક વ્યક્તિએ ગજબનો રેકોર્ડ બનાવ્યો અને પેલો રેકોર્ડ તોડ્યો આ ત્યારે જ શક્ય બનતું હોય છે જ્યારે એ કરનારનું મન મક્કમ અને દઢ્ નિર્ણય હોય.

 

આ પણ વાંચો: Technology: ઓનલાઈન સ્ટોકિંગથી મળશે છુટકારો ! WhatsApp માં આવ્યું નવું ફિચર, આ રીતે કરશે કામ

આ પણ વાંચો: PM Kisan Sinchai Yojana: સિંચાઈ યોજનાથી ખેતીને મળશે ઘણો લાભ, પાકની ઉપજમાં પણ થશે વધારો

Next Article