તમે ક્યારેય આવી અનોખી ટ્રેન જોઈ છે ? બિલ્ડિંગ અંદરથી થાય છે પસાર, જુઓ Viral Video

|

Aug 15, 2022 | 11:44 AM

તમને આ જાણીને નવાઈ લાગશે, પરંતુ આ એકદમ સત્ય છે. આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો.

તમે ક્યારેય આવી અનોખી ટ્રેન જોઈ છે ? બિલ્ડિંગ અંદરથી થાય છે પસાર, જુઓ Viral Video
Train Viral Video
Image Credit source: Twitter

Follow us on

તમે જોયું હશે કે ટ્રેનના પાટા મોટાભાગે રહેણાંક વિસ્તારો અને ખાસ કરીને માનવ વસાહતોથી થોડે દૂર બનાવવામાં આવે છે, જેથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના થવાની શક્યતા ન રહે. જો કે, તેમ છતાં, કેટલીકવાર અકસ્માતો થાય છે અને ગંભીર રીતે બને છે, જેમાં લોકો પોતાનો જીવ ગુમાવે છે. પરંતુ શું તમે ક્યારેય ચાઈનીઝ ટ્રેન (Train Viral Video)જોઈ છે? તે અહીં માનવ વસાહતો જ નહીં રહેણાંક મકાનમાંથી ટ્રેન પસાર થાય છે. હા, બિલ્ડિંગની અંદરથી. તમને આ જાણીને નવાઈ લાગશે, પરંતુ આ એકદમ સત્ય છે. આજકાલ આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઊંચા પુલ પરથી જતી એક ટ્રેન અચાનક 6-7 માળની ઈમારતમાં ઘૂસી જાય છે. જો કે વીડિયોમાં આગળ બતાવવામાં આવ્યું નથી કે ટ્રેન ક્યાંથી નીકળે છે કે બિલ્ડિંગની અંદર જતી રહે છે, પરંતુ તમને જણાવી દઈએ કે આ ટ્રેન બિલ્ડિંગમાંથી નીકળીને આગળ જાય છે. આ રેલવે ટ્રેક ચીનના ચોંગકિંગમાં એક ઉંચી ઈમારતમાંથી પસાર થાય છે. ગગનચુંબી ઇમારતોને કારણે તેને ‘માઉન્ટ સિટી’ પણ કહેવામાં આવે છે. આ વિસ્તાર ચીનના સૌથી વધુ ભીડવાળા વિસ્તારોમાં આવે છે, જ્યાં વસ્તી લગભગ 30 મિલિયન એટલે કે 3 કરોડથી વધુ છે. બિલ્ડિંગની વચ્ચેથી પસાર થતી ટ્રેનને કારણે અહીં ફ્લેટના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ખાસ વાત એ છે કે જ્યારે ટ્રેન પસાર થાય છે ત્યારે બિલ્ડિંગમાં રહેતા લોકોને તેનો અવાજ પણ સંભળાતો નથી. આ આખી બિલ્ડીંગ જ એવી રીતે બનાવવામાં આવી છે કે તેના ચાલવાથી ફ્લેટની અંદર રહેતા લોકોને ડીશવોશર જેટલો જ અવાજ આવે છે. વેલ, આ અનોખી ટ્રેનનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @wowinteresting8 નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 11 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખ 58 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે.

Next Article