આજે અંગારકી સંકષ્ટ ચતુર્થી, એક મંત્ર કરાવશે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ !

|

Mar 02, 2021 | 10:33 AM

અંગારકીએ ગજાનનની આસ્થા સાથે પૂજા કરવામાં આવે તો આખા વર્ષની ચોથની પૂજાનું પુણ્ય પ્રાપ્ત થાય છે ! એમાં પણ આજે શ્રીગણેશનો માત્ર એક મંત્ર આપને લંબોદરની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે. એટલું જ નહીં, તમારી સઘળી ઈચ્છાઓને પરિપૂર્ણ કરી દેશે.

આજે અંગારકી સંકષ્ટ ચતુર્થી, એક મંત્ર કરાવશે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ  !
અંગારકીએ અપાર સુખ આપશે એકદંત !

Follow us on

ભગવાન શ્રીગણેશ (GANESH) એટલે તો સુખકર્તા દેવ. ગજાનન એટલે તો વિઘ્નહર્તા દેવ. આમ તો દરેક શુભકાર્યની શરૂઆત શ્રીગણેશના સ્મરણથી જ થાય છે. બાપાના ભક્તો તો દર માહિને સંકષ્ટી પર દુંદાળા દેવની કૃપા મેળવવા વિશેષ પૂજા અર્ચના કરતા જ હોય છે. પણ આજે તો ગજાનનની કૃપાને પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ અવસર છે. કારણ કે, આજે છે અંગારકી સંકષ્ટ ચતુર્થી.

એવું કહેવાય છે કે જો અંગારકી સંકષ્ટ ચતુર્થીએ ગજાનનની આસ્થા સાથે પૂજા કરવામાં આવે તો આખા વર્ષની ચોથની પૂજાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એમાં પણ ખાસ તો આજે શ્રીગણેશના માત્ર એક મંત્રનો જાપ તમને લંબોદરની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે. એટલું જ નહીં, તમારી સઘળી ઈચ્છાઓને પરિપૂર્ણ કરી દેશે. ત્યારે આવો જાણીએ એ મંત્ર અને તેના જાપ માટેની સંપૂર્ણ વિધિ.

મંત્રજાપની વિધિ
1. આજે શ્રીગણેશ પૂજાનો સંકલ્પ લો.
2. શક્ય હોય તો દિવસ દરમિયાન માત્ર પાણી અથવા ફળ જ ગ્રહણ કરો.
3. સાંજે વિધિવત ભગવાન ગણેશની પૂજા કરો.
4. ગજાનનને દૂર્વા અને પીળા ફૂલ અર્પણ કરો.
5. વિઘ્નહર્તાને તલના લાડુનો ભોગ ધરાવો.
6. ભગવાન શ્રીગણેશના “ૐ ગં ગણપતયે નમ: ।”  મંત્રનો 2100 વખત જાપ કરો.
7. અંતે આપની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

એવું કહેવાય છે કે અંગારકી સંકષ્ટ ચતુર્થીએ “ૐ ગં ગણપતયે નમ: ।”  મંત્રનો 2100 વખત જાપ કરવાથી વ્યક્તિના જીવનના તમામ સંકટ વિઘ્નહર્તા દૂર કરી દે છે. અને તેના ભક્તોને અંગારકી ચતુર્થીએ અપરંપાર સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશિષ પ્રદાન કરે છે.

આ પણ વાંચોઃ હનુમાનજીને પ્રસન્ન કરવાનો લીંબુ અને લવિંગનો આ ઉપાય જાણ્યો તમે ?

Next Article