Viral Photo: જંગલમાં ઘાસ ખાતો દેખાયો વાઘ, ફોટો જોઈ લોકો બોલ્યા આ શ્રાવણની અસર છે

|

Aug 19, 2021 | 10:27 PM

આ ફોટો IFS અધિકારી પ્રવીણ કાસવાને ટ્વીટર (Twitter) પર શેર કર્યો છે. જેના કેપ્શનમાં તે લખે છે, 'વાઘ ક્યારેય ઘાસ ખાતો નથી, સિવાય કે જ્યારે તેના પેટમાં સમસ્યા હોય.'વાયરલ થઈ રહેલા આ ફોટામાં (Viral Photo) વાઘ ઘાસ ખાઈ રહ્યો છે.

Viral Photo: જંગલમાં ઘાસ ખાતો દેખાયો વાઘ, ફોટો જોઈ લોકો બોલ્યા આ શ્રાવણની અસર છે
Tiger eats Grass

Follow us on

જંગલમાં વાઘ (Tiger)નો ભયંકર ભય છે, તેથી મોટાભાગના પ્રાણીઓ તેનાથી દૂર રહેવામાં જ પોતાની ભલાઈ માને છે. હકીકતમાં વાઘ એક માંસાહારી પ્રાણી છે, જે તેના શિકારને અત્યંત નિર્દયતાથી મારી નાખે છે. પરંતુ શું તમે ક્યારેય વાઘને ઘાસ ખાતા જોયો છે? જી  હા, વાઘની એક તસવીર સામે આવી છે જેમાં તે ઘાસ ખાઈ રહ્યો છે. પરંતુ આની પાછળ એક મોટું કારણ છે, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

આ ફોટો IFS અધિકારી પ્રવીણ કાસવાને ટ્વીટર (Twitter) પર શેર કર્યો છે. જેના કેપ્શનમાં તે લખે છે, ‘વાઘ ક્યારેય ઘાસ ખાતો નથી, સિવાય કે જ્યારે તેના પેટમાં સમસ્યા હોય.’વાયરલ થઈ રહેલા આ ફોટામાં (Viral Photo) તમે જોઈ શકો છો કે વાઘ ઘાસ ખાઈ રહ્યો છે. આગળની ટ્વીટમાં પ્રવીણ લખે છે, ‘તમામ પ્રકારની કેટસ, નાની અને મોટી કેટસ અમુક સમયે ઘાસ ખાય છે. જેથી તેમનું પાચનતંત્ર સારુ રહે.

 

આ ફોટો સોશિયલ મીડિયા પર શેર થતાની સાથે જ લોકોએ પણ પોતાનું જ્ઞાન બતાવવાનું શરૂ કર્યું. એક યુઝરે કહ્યું કે હા આવું થાય છે. આ જ કારણ છે કે હસ્કી જાતિનો શ્વાન પણ ઘાસ ખાય છે. અન્ય એક યુઝરે લખ્યું કે જ્યારે કેટલાક માંસાહારી પ્રાણીઓના પેટમાં ગડબડ થાય છે, ત્યારે તેઓ  ઘાસ ખાય છે, જેથી તેમનું પેટ બરાબર રહે.

 

 

 

જ્યારે અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું કે વાઘે પણ શ્રાવણમાં માંસનો ત્યાગ કર્યો. જોકે મોટાભાગના લોકોએ કહ્યું કે તેમને ખબર નહોતી કે વાઘ ઘાસ પણ ખાય છે. તમને જણાવી દઈએ કે IFS પ્રવીણ કાસવાન અવારનવાર સોશિયલ મીડિયા પર  જંગલની દુનિયા વિશે રસપ્રદ માહિતી શેર કરતા રહે છે, જેને જાણીને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે. કેટલાક લોકોને તેમની શેર કરેલી માહિતી ખૂબ ગમે છે, તેથી જ તેમની મોટાભાગના શેર કરેલી પોસ્ટ્સ અને વીડિયો જોરદાર રીતે વાયરલ થાય છે.

 

 

આ પણ વાંચોViral Video : રાહુલ ગાંધી તેમના જન્મના સાક્ષી નર્સને મળ્યા ,વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

 

આ પણ વાંચોViral Video : બાળકીએ હિરોઈનની જેમ કર્યું ‘રેમ્પ વોક’, વીડિયો જોઈને તમે પણ ખુશ થઈ જશો

Next Article