સ્ટંટ કરવાના ચક્કરમાં રસ્તા પર ઘસડાયો આ યુવક, Viral videoમાં જુઓ કેવી રીતે બચ્યો યુવકનો જીવ

|

Aug 03, 2022 | 10:14 PM

કોઈ બાઈકનું એક પૈડુ ઉચ્ચુ કરીને બાઈક ચલાવે છે. આવા લોકો ઘણીવાર અકસ્માતનો શિકાર બને છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયો છે.

સ્ટંટ કરવાના ચક્કરમાં રસ્તા પર ઘસડાયો આ યુવક, Viral videoમાં જુઓ કેવી રીતે બચ્યો યુવકનો જીવ
Viral Video
Image Credit source: TWITTER

Follow us on

આજની યુવા પેઢીને અનેક વસ્તુના શોખ હોય છે. કોઈને ગેમનો શોખ, કોઈને સિંગિગનો શોખ, કોઈને રમતનો શોખ , કોઈને ડાન્સનો શોખ તો કોઈને સ્ટંટનો શોખ. ભારતના ઘણા યુવાનોને સ્ટંટ કરવાનો જબરો શોખ હોય છે. તેઓ બાઈક પર, કાર પર, ટ્રક પર અને ટ્રેનમાં પણ સ્ટંટ કરતા હોય છે. આવા અનેક સ્ટંટના વીડિયો સોશિયલ મીડિયામાં ભૂતકાળમાં ખુબ વાયરલ થયા છે. આવા સ્ટંટ જોખમ ભરેલા હોય છે. તેના કારણે અનેક લોકોના જીવ પણ જાય છે. કેટલાક લોકો આ સ્ટંટ (stunt) રોજગારી માટે કરતા હોય છે તો કેટલાક લોકો માત્ર શોખ ખાતર. તમે તમારી આસપાસ આવા સ્ટંટ કરતા યુવકો જોયા જ હશે. કેટલાક યુવકો ઝીકઝેક ગાડી ચલાવે છે, કેટલાક ટ્રાફિક વચ્ચેથી સ્પીડમાં ગાડી કાઢે છે, કોઈ બાઈકનું એક પૈડુ ઉચ્ચુ કરીને બાઈક ચલાવે છે. આવા લોકો ઘણીવાર અકસ્માતનો શિકાર બને છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયો છે.

ફિલ્મોમાં બતાવવામાં આવતા સ્ટંટ કરવાનો અનેક લોકોને શોખ જાગે છે પણ તેમની નાની ભૂલ તેમને હોસ્પિટલ સુધી પહોંચાડે છે. દેશની રાજધાની દિલ્લીની પોલીસે હાલમાં ટ્વિટર પર એક વીડિયો શેયર કર્યો છે. જેને જોઈ લોકો ચોંકી ગયા છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક બાઈક સાથે સ્ટંટ કરતા કરતા રસ્તા પર ચાલતા વાહનોની વચ્ચેથી જઈ રહ્યો છે. અચનાક સ્ટંટ કરતા કરતા તેનુ બેલેન્સ બગડે છે અને તે બાઈક પરથી રસ્તા પર પડે છે. તેની બાઈક બીજી દિશામાં પડે છે અને તે રસ્તા પર ઘસડાતા ઘસડાતા 3-4 ગુલાટી મારે છે. તે લાંબા અંતર સુધી ઘસડાય છે. તેણે હેલ્મેટ પહેર્યુ હતુ તેથી તેનો જીવ બચ્યો.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયો દિલ્લી ટ્રાફિક પોલીસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી શેયર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં પોલીસે લોકોને સુરક્ષિત રહેવા અને વધુ ઝડપે વાહન ના ચલાવવાની અપીલ કરી છે.

Next Article