VIDEO: જબરદસ્ત સિંગિંગ અને ડાન્સ કરીને લોકોને પોતાના ફેન બનાવી રહ્યો છે આ સ્ટ્રીટ પરફોર્મર, આનંદ મહિન્દ્રા પણ છે તેમના ફેન

|

May 12, 2022 | 9:47 AM

સ્ટ્રીટ પરફોર્મર વરુણ ડાગર (Varun Dagar) છે, જેઓ હાલમાં રાજધાની દિલ્હીના કનોટ પ્લેસ (Cannaught Place) માં તેના આકર્ષક ગાયકી અને જોરદાર ડાન્સિંગ દ્વારા લોકોને પોતાના ફેન બનાવી રહ્યા છે.

VIDEO: જબરદસ્ત સિંગિંગ અને ડાન્સ કરીને લોકોને પોતાના ફેન બનાવી રહ્યો છે આ સ્ટ્રીટ પરફોર્મર, આનંદ મહિન્દ્રા પણ છે તેમના ફેન
Varun Dagar, Busking Boy
Image Credit source: TV9/Youtube

Follow us on

દરેક માણસની અંદર કોઈને કોઈ કળા છુપાયેલી હોય છે. તમારે ફક્ત તેને જાણવાની, તેના વિશે સમજવાની જરૂર છે. ખાસ કરીને ગાવું અને નૃત્ય એ આજકાલ લોકોનો શોખ અથવા તો પેશન બની ગયો છે. દુનિયામાં ઘણા એવા લોકો છે જેમણે આને પોતાના કરિયર તરીકે પસંદ કર્યું છે. જો કે, એવા ઘણા ઓછા લોકો છે કે જેઓ ગાયક અથવા ડાન્સિંગ સ્ટાર બની શકે છે અને કેટલાક લોકો સ્ટ્રીટ સિંગર અથવા સ્ટ્રીટ પરફોર્મર તરીકે રહે છે. આવા જ એક સ્ટ્રીટ પરફોર્મર વરુણ ડાગર(Varun Dagar)છે, જેઓ હાલમાં રાજધાની દિલ્હીના કનોટ પ્લેસ (Cannaught Place)માં તેના આકર્ષક ગાયકી અને જોરદાર ડાન્સિંગ દ્વારા લોકોને પોતાના ફેન બનાવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra)પણ તેમના ફેન છે.

દિલ્હીના લોકો વરુણ ડાગરને ‘બસ્કિંગ બોય’ (Busking Boy)તરીકે ઓળખે છે. લોકો તેનો શો પણ ખૂબ પસંદ કરે છે. ટીવી 9(TV9)ના રિપોર્ટર પ્રિયંક્ષા ચતુર્વેદી સાથેની ખાસ વાતચીતમાં વરુણે જણાવ્યું કે કનોટ પ્લેસમાં તેમના શો પછી લોકો તેને કેપમાં ઈનામ આપીને પણ જાય છે, જેમાંથી તે ખાવા-પીવા, ક્યાંક ફરવા વગેરે જેવા ખર્ચાઓ ઉપાડે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વરુણ જણાવે છે કે પહેલા લોકો તેના વિશે જાણતા ન હતા, પરંતુ ટીવી પર આવ્યા પછી લોકો તેમને જાણવા લાગ્યા છે, તેનો શો પસંદ કરવા લાગ્યા છે. આપને જણાવી દઈએ કે વરુણ ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2 માં પણ જોવા મળ્યો છે. તેના Smooth પરફોર્મેંસને શોના જજોએ ખૂબ પસંદ કર્યો હતો.

વરુણના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા રહે છે. આનંદ મહિન્દ્રા પણ તેમનો આવો જ એક વાયરલ વીડિયો જોઈને તેમના ફેન બની ગયા હતા. તેમણે વરુણને પ્રોત્સાહિત કરતી ટ્વિટ પણ કરી અને લખ્યું, ‘વરુણ ડાન્સ કરતા રહો, અમે બધા જીંદગીના ડાંસનો ભાગ છીએ. તમારી આ કળા અને સ્વતંત્રતા વ્યક્ત કરતાં તમને કોઈ રોકી શકશે નહીં. આજે ભલે ઘણા લોકો વરુણને ઓળખવા લાગ્યા હોય, પરંતુ તે એક પરફેક્ટ ઓળખ મેળવી શક્યો નથી, જે તે ઘણા વર્ષોથી શોધી રહ્યો હતો.

Next Article