UAEમાં ફેમસ થઈ ગયો આ પાકિસ્તાની ડિલિવરી બોય, જાણો કેમ ક્રાઉન પ્રિન્સએ તેને કર્યો ફોન

|

Aug 01, 2022 | 7:28 PM

એક પાકિસ્તાની ફૂડ ડિલવરી બોયે UAEના રસ્તાઓ પર એવુ કામ કર્યુ કે આખા દેશમાં તેની ખુબ પ્રશંસા થઈ. તે એટલો ફેમસ થયો કે ક્રાઉન પ્રિન્સએ તેને ફોન કરી તેની પ્રશંસા કરી.

UAEમાં ફેમસ થઈ ગયો આ પાકિસ્તાની ડિલિવરી બોય, જાણો કેમ ક્રાઉન પ્રિન્સએ તેને કર્યો ફોન
Pakistani Delivery Boy

Follow us on

જન્મથી જ બાળકોને સારા વર્તન, વાણી, સંસ્કાર અને કામની શીખ આપવામાં આવે છે. તે કઈ ખોટુ કામ કરે તો તેને ચેતવણી પણ આપવામાં આવે છે. જેથી તે ભવિષ્યમાં સારો નાગરિક અને વ્યક્તિ બની શકે છે. પણ જેમ જેમ તે બાળક મોટો થાય છે, તેમ તેમ ખોટી સંગતને કારણે તે આ બધુ ભૂલી જાય છે. પણ કેટલાક લોકો તે શીખ ભૂલતા નથી. તેઓ નાના નાના કામોથી નાગરિકો, સમાજ અને દેશ માટે યોગદાન આપતો રહે છે. તમારા દ્વારા થયેલુ એક સારુ કામ અનેક લોકો માટે મદદરુપ સાબિત થતુ હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો UAEથી સામે આવ્યો છે. એક પાકિસ્તાની ફૂડ ડિલવરી બોયે UAEના રસ્તાઓ પર એવુ કામ કર્યુ કે આખા દેશમાં તેની ખુબ પ્રશંસા થઈ. તે એટલો ફેમસ થયો કે ક્રાઉન પ્રિન્સએ તેને ફોન કરી તેની પ્રશંસા કરી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ (Viral Video) થયો છે.

થોડા દિવસ પહેલા UAEમાં ટ્રાફિક સિગ્નલ પાસે રસ્તાની વચ્ચેની ઈંટ હટાવનાર એક ફૂડ ડિલીવરી બોયનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જાણવા મળ્યુ છે કે, આ ફૂડ ડિલીવરી બોયનું નામ અબ્દુલ હકીમ છે અને તે પાકિસ્તાનનો નાગરિક છે. તેણે રસ્તા વચ્ચેની ઈંટથી વાહનોને નુકશાન નહીં થાય અને અકસ્માત ના થાય તેના માટે બાઈક પરથી ઉતરી આ ઈંટ ત્યાથી હટાવી હતી. આ વીડિયો વાયરલ થયા પછી અનેક લોકોએ આ 27 વર્ષના પાકિસ્તાની યુવકની પ્રશંસા કરી હતી. UAEના ક્રાઉન પ્રિન્સએ પણ તેને ફોન કરી તેની પ્રશંસા કરી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

 

ક્રાઉન પ્રિન્સએ આ વાતની અપડેટ ટ્વિટ કરીને આપી હતી. ક્રાઉન પ્રિન્સના ફોનથી આ પાકિસ્તાની યુવક આશ્વર્યચકિત થયો હતો. ક્રાઉન પ્રિન્સ હાલ દેશની બહાર છે પણ જ્યારે તે પાછા આવશે ત્યારે તેને જરુર મળશે એવુ વચન ક્રાઉન પ્રિન્સે આપ્યુ છે. UAE માનવતામાં વધારે વિશ્વાસ રાખે છે. ત્યા સારા કામોની વધારે મહત્વ આપવામાં આવે છે. સોશિયલ મીડિયા પર લોકોએ આ વીડિયોને ખુબ પંસદ કર્યો છે. આ પાકિસ્તાની ડિલવરી બોય હાલ ત્યા હિરો બની ગયો છે.

Next Article