10 લાખમાં વેચાયુ આ સામાન્ય દેખાતુ બોક્સ, તેની કિંમત અને મહત્વ જાણી ચોંકી ગયા લોકો!

|

Aug 10, 2022 | 8:15 PM

Viral News: ઘરમાં પહેલા એક બોક્સની હરાજી કરતા તેની ચોંકાવનારી માહિતી સામે આવી. તે જે કિંમતમાં વેચાયુ, તેને જાણી તે બોક્સ માલિક ખુશખુશાલ થઈ ગઈ હતી.

10 લાખમાં વેચાયુ આ સામાન્ય દેખાતુ બોક્સ, તેની કિંમત અને મહત્વ જાણી ચોંકી ગયા લોકો!
Viral News

Follow us on

દુનિયામાં રોજ વિચિત્ર અને ચોંકાવનારી ઘટના બનતી રહે છે. આ દુનિયા રહસ્યોથી ભરેલી છે. તેના અનેક રહસ્યોની માહિતી સમયે સમયે દુનિયા સામે આવતી રહી છે. આજે પણ આ દુનિયામાં રહસ્યમયી જગ્યાઓ અને વસ્તુઓ છે જેના વિશે કોઈ નથી જાણતુ અને તેની માહિતી જ્યારે દુનિયા સામે આવે છે, ત્યારે તેને જાણીને સૌ કોઈ ચોંકી જાય છે. લોકોએ કદાચ તેને વિશે ક્યારેક વિચાર્યુ પણ નહીં હોય. સોશિયલ મીડિયા પર હાલમાં આવી જ એ ઘટનાની વાત વાયરલ (Viral News) થઈ રહી છે. એક વ્યક્તિએ હજાર રુપિયામાં એક બોક્સ ખરીદી તેની પુત્રીને ભેટમાં આપ્યુ હતું. આ ભેટમાં મળેલો બોક્સ તે મહિલાના ઘરમાં વર્ષો સુધી પડી રહ્યુ હતુ. હાલમાં જ્યારે તે મહિલાએ તેને વેચવા મુક્યુ તો તેની ચોંકાવનારી કિંમત તેને મળી.

આ ઘટના બ્રિટેનની છે. બ્રિટેનમાં રહેતા એક પિતાએ પોતાની પુત્રી મેલીસ્સાને તેનો સામાન મુકવા માટે એક બોક્સ ભેટમાં આપ્યુ હતુ. પિતાએ આ બોક્સ લંડનની ટ્વિકેનહેમ પાસે સેન્ટ માર્ગરેટ્સ ગામ સ્થિત એક Bric-A-Brac નામની દુકાનમાંથી ખરીધુ હતુ. પિતાએ આ બોક્સ ફકત 1100 રુપિયામાં ખરીદ્યો હતો પણ વર્ષો પછી પુત્રી માટે આ બોક્સ સોના જેવો સાબિત થયો હતો.

40 વર્ષથી ઘરમાં જ પડી રહ્યુ આ બોક્સ

આ પિતાએ આ બોક્સ 1984માં ખરીદ્યુ હતુ. તેની પુત્રીએ 40 વર્ષો સુધી પિતા દ્વારા ભેટમાં મળેલા બોક્સનો ઉપયોગ કપડા મુકવા માટે કર્યો હતો. થોડા સમય પછી તે આ બોક્સને એન્ટિકસ રોડ શોમાં લઈ ગઈ. જ્યા તેને ખબર પડી કે પિતા દ્વારા મળેલુ આ બોક્સ સામાન્ય નહીં પણ દુર્લભ છે. પુત્રી મેલિસ્સા ઘણા વખતથી હરાજીને લગતા એક ટીવી શો વિશે સાંભળતી હતી, જ્યા જૂની અને દુર્લભ વસ્તુની હરાજી થતી હતી. તેને જોઈને તેણે
એન્ટિકસ રોડ શોની હરાજીમાં ભાગ લીધો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

10 લાખમાં વેચાયુ આ દુર્લભ બોક્સ

આ હરાજીમાં તેને ખબર પડી કે આ બોક્સ દુર્લભ છે. આ બોક્સ 100 વર્ષ જૂનુ Louis Vuittonનું બોક્સ હતુ. 56 વર્ષની મેલિસ્સાને 40 વર્ષથી ઘરમાં પડેલા બોક્સના 10 લાખ રુપિયા મળ્યા હતા. તેના પિતાએ જે બોક્સ 40 વર્ષ પહેલા 1100માં ખરીદ્યુ હતુ, તે તેને વર્ષો પહેલો મોટો લાભ કરાવી ગયુ.

Next Article