AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 વર્ષની ઉંમરમાં બની હતી 22 બાળકોની માતા, હજુ પણ બીજા 83 બાળકોની માતા બનવાની છે ચાહત

World Most Children Mother: દુનિયામાં ઘણા લોકોને અલગ અલગ શોખ હોય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે એક યુવતીને વારંવાર માતા બનવાનો શોખ છે. તે 25 વર્ષની ઉંમરમાં 22 બાળકોની માતા બની ગઈ છે.

25 વર્ષની ઉંમરમાં બની હતી 22 બાળકોની માતા, હજુ પણ બીજા 83 બાળકોની માતા બનવાની છે ચાહત
Viral News Image Credit source: File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 10:53 PM
Share

Shocking news : આખી દુનિયામાં અલગ અલગ રંગ, ભાષા અને શોખ ધરાવતા લોકો રહે છે. પણ કેટલાક લોકોના શોખ એટલા વિચિત્ર હોય છે કે લોકો વિચારમાં પડી જાય કે આવા કેવા શોખ. જેમાં એક યુવતીનો ગજબનો શોખ સામે આવ્યો છે. તે યુવતી 25 વર્ષની ઉંમરમાં 22 બાળકોને જન્મ આપી ચૂકી છે અને તે હજી 80-83 બાળકોને જન્મ આપવા માંગે છે. તેના ઘરમાં 22 બાળકો હોવાથી તેનું ઘર એકદમ ચિલ્ડ્રન હોમ જેવું લાગે છે. આ યુવતી વિષે જાણી લોકો આશ્ચર્યમાં મુકાયા છે. અને તેના વાત સોશિયલ મીડિયા પર પણ ખુબ વાયરલ (Viral news) થઈ છે.

બ્રિટનની આ યુવતીનું નામ Christina Ozturk છે. તેના લગ્ન એક અરબપતિ સાથે થયા છે. વર્ષ 2014માં તેણે 17 વર્ષની ઉંમરમાં એક બાળકીને જન્મ આપ્યો હતો. તેના જન્મથી તેમને એટલી ખુશી મળી કે તેમણે 105થી વધારે બાળક પૈદા કરવાનું નક્કી કર્યુ. પણ માનવ શરીર વિજ્ઞાન અનુસાર આ શક્ય નથી, તેથી તેમણે સરોગેસી પસંદ કરી હતી.

22 બાળકોની માતા, હજુ 83 બાળકોની માતા બનવાની ઈચ્છા

આ કપલ દ્વારા સરોગેસી કરતી કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તમણે અલગ અલગ મહિલાઓ પસંદ કરીને આ પ્રક્રિયા શરુ કરી. તેનાથી 21 બાળકોનો જન્મ થયો. પણ આ પ્રક્રિયથી તેઓ હજુ 83 બાળકોની ઈચ્છા રાખે છે. આના માટે તેઓ દરેક બાળક પર 8 લાખ રુપિયા ખર્ચે છે. 22 બાળકો હોવાથી, આ યુવતી આખો દિવસ તેમનું ધ્યાન રાખે છે. તેમના આ કામથી જરુરીયાતમંદ મહિલાઓને મદદ પણ મળી છે.

Christina Ozturk એ એક ઈન્ટવ્યૂમાં જણાવ્યુ હતુ કે, આ તમામ 21 બાળકોની સરોગેટ માતાઓ સાથે તેનો કોઈ સંપર્ક નથી. અને ન તે તેમના સંપર્કમાં રહેવા માંગે છે. તેના કારણે બાળકના જન્મ પછી ઘણી સમસ્યા આવી શકે છે. સરોગેસીમાં તે મહિલાઓના અંડકોષમાં તે પુરુષના શુક્રાણુઓનો પ્રવેશ કરાવવામાં આવે છે. જેના કારણે તેઓ મહિલાઓ ગર્ભવતી બને છે. અને 9 મહિનાઓ બાદ બાળકનો જન્મ થાય છે. આ આખી પ્રક્રિયામાં મહિલાને સારા એવા પૈસા આપવામાં આવે છે. Christina Ozturk એ જણાવ્યુ કે, આટલા બધા બાળકોની સંભાળ રાખવું મુશ્કેલ છે. પણ તેનાથી તેને ખુશી મળે છે.

g clip-path="url(#clip0_868_265)">