OMG આટલી હોટ બસ ડ્રાઇવર ! લોકો જોઇને કહે છે કે તારી સુંદરતા બસ ડ્રાઇવર બનવાને લાયક નથી

TV9 GUJARATI

|

Updated on: Oct 12, 2021 | 9:55 AM

લોકો તેને બીજી નોકરી કરવાની સલાહ પણ આપે છે, કારણ કે તે માને છે કે હું આ કામ માટે વધુ સુંદર છું. તેએ માને છે કે ડ્રાઇવરો વૃદ્ધ, ટાલિયા અને મૂડી જ હોવા જોઇએ.

OMG આટલી હોટ બસ ડ્રાઇવર ! લોકો જોઇને કહે છે કે તારી સુંદરતા બસ ડ્રાઇવર બનવાને લાયક નથી
This bus driver named Charmane Isabella is so beautiful

Follow us on

આમ તો મહિલાઓ હવે બધા જ વ્યવસાયમાં જોવા મળે છે. પરંતુ હાલમાં એક મહિલા બસ ડ્રાઇવર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. તમને જાણીને નવાઇ લાગશે કે વાયરલ થવા પાછળ તેનું કામ નહીં પણ તેની સુંદરતા જવાબદાર છે. આ ડ્રાઇવરનું નામ છે ઇસાબેલા. તે એટલી સુંદર છે કે લોકોના નજરમાં તેનું ડ્રાઇવર હોવું ખટકે છે.

ઇસાબેલાને (Charmane Isabella) પોતાનો બસ ડ્રાઇવિંગનો વ્યવસાય પસંદ છે, પરંતુ તેનો દેખાવ જોઇને લોકોને એવું લાગતું નથી કે તેણે બસ ચલાવવી જોઇએ. લોકો કહે છે કે તેઓ બસ ચલાવવા માટે ખૂબ સુંદર છે. જ્યારે મેકઅપ કર્યા બાદ તે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે.

ઇસાબેલા ikcharsbusbanter નામથી ટિકટોક પર એકાઉન્ટ ચલાવે છે, તેણે તેના દૈનિક સંઘર્ષને લગતો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેણે કહ્યું છે કે તેને દરરોજ વિવિધ પ્રકારના પ્રશ્નોનો સામનો કરવો પડે છે, જેનો તેના વ્યવસાય સાથે કોઈ સંબંધ નથી.

આ વીડિયોમાં ઇસાબેલા બે પાત્રોમાં જોવા મળી રહી છે. તેમાંથી એક પોતે છે, જ્યારે બીજુ કેરેક્ટર એ લોકોનું છે જેઓ તેના પર ટિપ્પણી કરે છે. તે કહે છે કે જો તે મેકઅપ સાથે ડ્રાઇવિંગ પર પહોંચે છે, તો લોકો વિચારે છે કે તેણી તેને પ્રભાવિત કરી રહી છે. તે જ સમયે, લોકો તેને પૂછે છે કે જ્યારે તે મેકઅપ નથી લગાવતી ત્યારે તે થાકેલી કેમ દેખાય છે.

આ જ ક્લિપમાં તે આગળ જણાવે છે કે લોકો તેને બીજી નોકરી કરવાની સલાહ પણ આપે છે, કારણ કે તે માને છે કે હું આ કામ માટે વધુ સુંદર છું. તેએ માને છે કે ડ્રાઇવરો વૃદ્ધ, ટાલિયા અને મૂડી જ હોવા જોઇએ. બસ ડ્રાઇવિંગ સંબંધિત કેટલાક વધુ પડકારોનું વર્ણન કરતા તે કહે છે કે મુસાફરોની ટિપ્પણીઓનો દરરોજ સામનો કરવો પડે છે. જો તેણે વોશરૂમનો ઉપયોગ કરવો હોય તો તે ક્યાંય પણ રોકી શકતી નથી, કારણ કે એક મહિલા તરીકે તેને યોગ્ય સ્થાન શોધવાનું છે.

આ પણ વાંચો –

LPG Gas Cylinder કેમ મોંઘા થઈ રહ્યા છે? RTI દ્વારા સબસીડી અંગે થયેલા ખુલાસાથી ચોંકાવનારી હકીકત સામે આવી, જાણો વિગતવાર

આ પણ વાંચો – Aditya Birla Sun Life AMC : આ IPO રોકાણકારો થયાં નિરાશ, લિસ્ટિંગ બાદ નબળાં કારોબારથી શેર ઘટાડા સાથે બંધ થયો

આ પણ વાંચો –

રામ રહીમને આજે રણજીત હત્યા કેસમાં સજા સંભળાવવામાં આવશે, વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનારિયા જેલમાંથી રજૂ કરવામાં આવશે

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati