આ ચોરને વૃદ્ધ મહિલાનું પર્સ ચોરવુ ભારે પડ્યુ ! લોકોએ રસ્તા વચ્ચે જ કરી નાખી ધોલાઈ, જુઓ VIDEO

|

Dec 24, 2021 | 7:57 AM

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ચોર વૃદ્ધ મહિલાનું પર્સ છીનવીને ભાગી જાય છે, પરંતુ ત્યાં હાજર વ્યક્તિએ કંઈક એવુ કર્યુ કે તે જોઈને તમે પણ આ વ્યક્તિની પ્રશંશા કરશો.

આ ચોરને વૃદ્ધ મહિલાનું પર્સ ચોરવુ ભારે પડ્યુ ! લોકોએ રસ્તા વચ્ચે જ કરી નાખી ધોલાઈ, જુઓ VIDEO
Thief video goes viral

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral) થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો એવા હોય છે જે જોઈને યુઝર્સ પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે.આજકાલ સ્નેચિંગની ઘટનાઓ (Snatching ) સામાન્ય બની ગઈ છે.અવાર નવાર રસ્તા પર આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે.ઘણી વખત લોકો તમાશો જોતા જોવા મળે છે.જ્યારે કેટલાક લોકો એવા હોય છે,જે હિંમતથીઆ ચોરને (Thief) સબક આપતા જોવા મળે છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે.

વૃદ્ધ મહિલાનું પર્સ છીનવીને ભાગ્યો ચોર…..!

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

સોશિયલ મીડિયા પર એક વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ વૃદ્ધ મહિલાનું પર્સ છીનવીને ભાગી રહ્યો છે, પરંતુ ત્યાં હાજર એક વ્યક્તિ દોડીને આ ચોરને પકડી લે છે અને બાદમાં આ વ્યક્તિ ચોરને બરોબરનો પાઠ ભણાવતો જોવા મળે છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર આ ઘટના અમેરિકાના (America) ઓહાયો શહેરની છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

યુવકે આ રીતે ચોરને ભણાવ્યો પાઠ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ મહિલા શોપિંગ (Shopping) માટે દુકાનમાં જતી જોવા મળે છે, આ દરમિયાન એક ચોર તેનું પર્સ આંચકીને ભાગી જાય છે.આ જોઈને ત્યાં હાજર એક વ્યક્તિ સમય પસાર કર્યા વિના ચોરનો પીછો કરે છે અને તેને પકડી લે છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, આ વ્યક્તિએ ચોરને બરાબરનો પાઠ ભણાવ્યો.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આ વ્યક્તિ ખરેખર પ્રશંશાને પાત્ર છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ ચોરને પકડનાર વ્યક્તિની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : આ વ્યક્તિએ તેના બોસને બનાવ્યા ઉલ્લુ ! પાંચ વર્ષ સુધી લીધો મફતનો પગાર, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો : Viral Video : બાળકીએ પહેલી વાર પીધી કોલ્ડ ડ્રીંક, આપ્યા એવા રિએક્શન્સ કે વીડિયો થયો વાયરલ

Next Article