Viral Video : બાળકીએ પહેલી વાર પીધી કોલ્ડ ડ્રીંક, આપ્યા એવા રિએક્શન્સ કે વીડિયો થયો વાયરલ
વીડિયોમાં બાળકી પહેલીવાર કોલ્ડ ડ્રિંક ચાખતી જોવા મળી રહી છે. જેવી આ છોકરી કોલ્ડ ડ્રિંકની પહેલી ચુસ્કી લે છે, ત્યાર બાદ તે વિચિત્ર રિએક્શન આપવા લાગે છે.
જ્યારે પણ કોઇ બાળક પ્રથમ વાર કોઇ ખાદ્ય પદાર્થ ચાખે છે તો એક વાત સાફ છે કે તેના એક્સપ્રેશન્સ અલગ રહેશે. કારણ કે તે પહેલા બાળકે ક્યારેય આવો સ્વાદ ચાખ્યો નહી હોય. પરંતુ શું થાય જ્યારે બાળકને પહેલીવાર ઠંડુ પીણું આપવામાં આવે. તે કેવા વિચિત્ર હાવભાવ બનાવશે. હાલમાં આનો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં એક નાની બાળકી પહેલીવાર કોકા-કોલા (Coca-Cola) ચાખતી જોવા મળે છે. જેવી જ આ છોકરી કોકા-કોલાની પહેલી ચુસ્કી પીવે છે, તે વિચિત્ર હાવભાવ આપવા લાગે છે. સોશિયલ મીડિયા યુઝર્સ યુવતીની પ્રતિક્રિયાને ખૂબ પસંદ કરી રહ્યા છે.
ટ્વિટર પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે મેક ડોનાલ્ડની રેસ્ટોરન્ટમાં એક બાળકી પોતાના હાથમાં કોકા-કોલા પકડી રહી છે. આ પછી બાળકી જેવી સ્ટ્રો દ્વારા કોકા-કોલાની પ્રથમ ચુસ્કી લે છે, તેના ચહેરાના હાવભાવ બદલાવા લાગે છે. છોકરી વિચિત્ર મોં બનાવવા લાગે છે. તમે જોઈ શકો છો કે છોકરી ફરીથી સ્મિત કરે છે અને કોકા કોલાની બીજી ચૂસકી લે છે.
Little girl tries Coke for the first time.. pic.twitter.com/FFbB6m16O4
— Buitengebieden (@buitengebieden_) December 19, 2021
બાળકીનો આ વીડિયો લોકોને એટલો પસંદ આવી રહ્યો છે કે લોકો તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. જો કે આ વીડિયો જોયા બાદ ઘણા લોકોએ એમ પણ કહ્યું છે કે માતા-પિતાએ પોતાના બાળકોને આવી વસ્તુઓથી દૂર રાખવા જોઈએ. આટલી નાની ઉંમરમાં બાળકીને ઠંડા પીણા પીવડાવવાની વાત ખોટી છે.
બાળકીનો આ વીડિયો ટ્વિટર પર @buitengebieden હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘નાની છોકરીએ પહેલીવાર કોક પીધું. આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખ 31 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોને લોકો કેટલો લાઈક કરી રહ્યા છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં આ ટ્વીટને 15 હજાર લોકો લાઈક કરી ચૂક્યા છે. જ્યારે 1600 થી વધુ લોકોએ તેને રીટ્વીટ કર્યું છે. ઘણા લોકોને આ વીડિયો ફની લાગ્યો, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે માતા-પિતાએ બાળકોને ઠંડા પીણા ન આપવા જોઈએ. તે તેમના માટે નુકસાનકારક બની શકે છે.
આ પણ વાંચો –
IPL 2022 Mega Auction: આગામી ફેબ્રુઆરીમાં બેંગલુરુમાં યોજાશે મેગા ઓક્શન, અમદાવાદ અને લખનઉ સહિતની 10 ફેન્ચાઇઝી આ દિવસે થશે એકઠા
આ પણ વાંચો –