કૂતરા અને સાપ વચ્ચે થઈ ભયંકર બબાલ, Viral Videoમાં જુઓ છેલ્લે કોણ જીત્યુ!

|

Aug 08, 2022 | 10:36 PM

હાલમાં તેની વફાદારી દર્શાવતો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.સામાન્ય રીતે દરેક પ્રાણી સાંપથી દૂર રહે છે, કારણ કે તે તેના ઝેરથી કોઈને પણ મોત આપી શકે છે.

કૂતરા અને સાપ વચ્ચે થઈ ભયંકર બબાલ, Viral Videoમાં જુઓ છેલ્લે કોણ જીત્યુ!
Viral Video
Image Credit source: TWITTER

Follow us on

પ્રેમ, દયા, ખુશી , દુખ, ગુસ્સો વગેરે જેવી ભાવનાઓ ફકત મનુષ્યમાં જ નહીં પણ પ્રાણીઓમાં પણ જોવા મળે છે. તેઓ અબોલ હોય છે પણ તેમની હરકતો દરેક ભાવના પ્રદર્શિત કરવા માટે પર્યાપ્ત હોય છે. કૂતરાને (Dog) સૌથી વફાદાર પ્રાણી માનવામાં આવે છે. તેની વફાદારીના અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા જ છે. હાલમાં તેની વફાદારી દર્શાવતો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. સામાન્ય રીતે દરેક પ્રાણી સાપથી દૂર રહે છે, કારણ કે તે તેના ઝેરથી કોઈને પણ મોત આપી શકે છે પણ કૂતરો ગજબની બહાદૂરી બતાવીને, પોતાના માલિક માટે તે સાપ સામે લડે છે.

આ વીડિયોમાં દેખાય રહ્યુ છે કે, એક પાળેલો કૂતરો તેના માલિકના ઘરની પાસે આવેલા વિશાળકાય સાપ સાથે લડે છે. તે તેના પર ભસે છે, દૂર ભગાડવાનો પ્રયત્ન કરે છે. તેને ડરાવવાનો પણ પ્રયાસ કરે છે પણ સાપ નિડર થઈને ત્યાં જ રહે છે. તે દરમિયાન કૂતરો તેની વધુ નજીક જાય છે અને બન્ને વચ્ચે ઝપાઝપી શરુ થાય છે. આ લડાઈમાં કૂતરો સાપ પર ભારે પડે છે. કૂતરો પોતાના નખ અને દાંતથી તે સાપને ઘાયલ કરી દે છે. છેલ્લે તે સાપ જમીન પર પડેલો જોવા મળે છે. ત્યારબાદ તેની સ્થિતિ કેવી હતી તે જાણવા મળ્યુ નથી. પણ આ ભયંકર લડાઈમાં કૂતરો જીતી જાય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Vicious Videos નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લાખો લોકોએ જોયો છે. આ વીડિયોમાં કૂતરા અને સાંપની લડાઈ જોઈ લોકો દંગ રહી ગયા હતા. લોકો આ વીડિયોને ખુબ શેર કરી રહ્યા છે. લોકો આ વીડિયોને લાઈક કરીને તેના પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. લોકોએ આ વાયરલ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કૂતરા અને સાંપ વચ્ચેની લડાઈ લોકોએ ભાગ્યે જ જોઈ હશે. આ વીડિયો ખરેખર ચોંકાવનારો છે.  આ વીડિયો જોઈ કોઈ પણ વ્યક્તિ આશ્વર્યમાં મુકાઈ શકે છે.

Next Article