મટન જોઈએ કે હું ? પતિથી છુપાવીને પત્ની ખાતી હતી નોનવેજ, સોશિયલ મીડિયા પર બન્યો ચર્ચાનો વિષય !

|

Dec 07, 2021 | 1:28 PM

હું તેની સાથે એ શરતે લગ્ન કરવા સંમત થયો કે તે ફરી ક્યારેય મટન નહીં ખાય. તેથી તેણે મારી સાથે લગ્ન કરીને મટન છોડી દેવાનું વચન આપ્યું હતું. લગ્ન એ શરતે થયા કે તે મટન ખાવાનું છોડી દેશે.

મટન જોઈએ કે હું ? પતિથી છુપાવીને પત્ની ખાતી હતી નોનવેજ, સોશિયલ મીડિયા પર બન્યો ચર્ચાનો વિષય !
Symbolic Image

Follow us on

એવું ઘણીવાર બને છે જ્યારે પતિને પત્નીના હાથે બનાવેલું ભોજન પસંદ ન હોય અને તે તેને ટોણો મારતો હોય. પરંતુ તમે ક્યારે એવું સાંભળ્યું નહીં હોય કે પત્નીના ખાવા પર પતિ(Husband)ને તકલીફ હોય પરંતુ પત્નીને તે અલ્ટીમેટમ પણ આપી દે કે “મને પસંદ કરો અથવા તમારી પસંદગીનું ખાઓ!” આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા (social media) પર યુઝર્સમાં ચર્ચાનો વિષય બન્યો છે. આમાં કેટલાક લોકો પતિનો પક્ષ લઈ રહ્યા છે તો કેટલાક મહિલાનો પક્ષ લઈ રહ્યા છે.

એક નોન-વેજીટેરિયન (Non-vegetarian) છોકરીના શાકાહારી છોકરા સાથે લગ્ન

કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'

એક અખબારની કટિંગ ટ્વિટર, ફેસબુક અને વોટ્સએપ પર વાયરલ થઈ રહી છે. એક વ્યક્તિનું કહેવું છે કે, “હું શુદ્ધ શાકાહારી (Pure vegetarian) છું અને મેં જે છોકરી સાથે લગ્ન કર્યા હતા, તે પણ શાકાહારી હતી. પરંતુ તે મટન ખાતી હતી, બાદમાં મને આ વાતની ખબર પડી. તે ખૂબ જ સુંદર હતી, મને પણ તે ગમતી હતી. પછી હું તેની સાથે એ શરતે લગ્ન કરવા સંમત થયો કે તે ફરી ક્યારેય મટન નહીં ખાય. તેથી તેણે મારી સાથે લગ્ન કરીને મટન છોડી દેવાનું વચન આપ્યું હતું. લગ્ન એ શરતે થયા કે તે મટન ખાવાનું છોડી દેશે.

પતિએ આગળ કહ્યું, “મને લાગતું હતું કે અમારા લગ્ન પછી તે હવે નોન-વેજીટેરિયન નથી રહી. મને લાગતું હતું કે તે હવે મટન નહીં ખાય. પરંતુ મને તાજેતરમાં ખબર પડી કે તે હજુ પણ ‘ચોરી છુપે’ મટન ખાય છે. મને વચન આપ્યા મુજબ, તેણે તેની આદત બદલી નથી.

હવે પતિ કહી રહ્યો છે કે, પ્રેમ જોઈએ છે કે મટન જોઈએ છે’

પતિએ કહ્યું, “જ્યારે મેં તેને મટન ખાવા વિશે પ્રશ્નો પૂછ્યા, ત્યારે તેણે કહેવાનું શરૂ કર્યું કે તેને મટન ગમે છે અને તે તેના વિના રહી શકતી નથી.” પતિએ આગળ કહ્યું કે મારી પત્નીને ઘરની બહાર માંસ ખાવાની મજા આવે છે. જો કે, અમે ગાંઠ બાંધીએ તે પહેલાં તેણે તેને છોડી દેવાનું વચન આપ્યું હતું. પરંતુ, તેણે માંસ ખાવાનું બંધ કર્યું નહીં. હવે મેં મારી પત્નીને કહ્યું છે કે, ‘તને મટન જોઈએ છે કે હું.’

પતિનું કહેવું છે કે, ‘મેં તેને મટન અથવા મારામાંથી એક પસંદ કરવાનું કહ્યું હતું પરંતુ મને ડર છે કે તે મટન ખાવાનું બંધ નહીં કરે. તેથી જો મારા અને મટન બંન્નેમાંથી પસંદ કરવામાં આવે તો તે મારા બદલે મટન પસંદ કરી શકે છે.

કેટલાક લોકોએ કહ્યું, વાતચીતથી ઉકેલ શોધો

જ્યારે સોશિયલ મીડિયામાં અખબારની કટિંગ વાયરલ થયા બાદ પતિ-પત્નીના આ મુદ્દા પર લોકો અલગ-અલગ વાતો કહી રહ્યા છે. કેટલાક લોકોએ પત્નીનો પક્ષ લીધો અને ટિપ્પણી કરી “જે માણસ તેની પત્નીનો ખાવાનો અધિકાર છીનવી લે છે, તેની સાથે કેમ રહે છે. તેને છોડી દો!” ત્યારે કેટલીક મહિલાઓએ ટિપ્પણી કરી કે “બંનેએ એકબીજા માટે મટન પર ન ઝગડવું જોઈએ. વાતચીતમાંથી ઉકેલ શોધો.”

 

આ પણ વાંચો: PM Kusum Yojana: આ ખાસ યોજના છે ખેડૂતો માટે, વીજળી ઉત્પન્ન કરી મેળવી શકાય છે સારી કમાણી

આ પણ વાંચો: અદ્ભૂત સંગમ: જંગલમાં અચાનક સિંહણ આવી સામે, 7 વર્ષ જૂના ઉપકારનો બદલો સિંહણે આ રીતે ચૂકવ્યો !

Published On - 2:19 pm, Mon, 6 December 21

Next Article