AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video : ઉંદરને જોઇને બિલાડીની હવા ટાઇટ થઇ ગઇ, વીડિયો જોઇ યૂઝર્સ બોલ્યા ‘અહીં ગંગા ઉંધી વહે છે’

ગાદલાની અંદરથી એક મોટો ઉંદર બહાર આવે છે. આ પછી તે બિલાડીની આંખોમાં આંખ નાખીને જુએ છે અને પછી ખબર નથી કે આ બિલાડીને શું થાય છે કે તેને જોયા પછી તે ત્યાંથી ભાગી જાય છે.

Funny Video : ઉંદરને જોઇને બિલાડીની હવા ટાઇટ થઇ ગઇ, વીડિયો જોઇ યૂઝર્સ બોલ્યા 'અહીં ગંગા ઉંધી વહે છે'
The video of a cat being scared of rat went viral on social media
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 8:57 AM
Share

સોશિયલ મીડિયા (Social Media) પર ઉંદર અને બિલાડીઓને લગતા રમુજી વીડિયો લોકોને ખૂબ પસંદ આવે છે. આવા વીડિયો જોઈને ઘણી વખત આપણે આપણા હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી, જ્યારે ઘણી વખત આવા વીડિયો જોઈને આપણને આશ્ચર્ય થાય છે. હાલમાં એવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે જેને જોઇને તમે પણ હસી પડશો.

આપણે બધા જાણીએ છીએ કે બિલાડીનો સૌથી પ્રિય શિકાર ઉંદર છે, બિલાડીને જોઈને, ઉંદર તેનો રસ્તો બદલી નાખે છે, પરંતુ જે વીડિયો હાલમાં સામે આવ્યો છે, તેમાં ઉંદર માત્ર બિલાડીને જુએ છે અને પછી ખબર નહીં બિલાડીને શું થાય છે કે તે ત્યાંથી ભાગી જાય છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગાદલાની અંદરથી એક મોટો ઉંદર બહાર આવે છે. આ પછી તે બિલાડીની આંખોમાં આંખ નાખીને જુએ છે અને પછી ખબર નથી કે આ બિલાડીને શું થાય છે કે તેને જોયા પછી તે ત્યાંથી ભાગી જાય છે. આ વીડિયો @Jamie24272184 નામના યુઝરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી હજારો વ્યૂઝ અને કોમેન્ટ્સ મળી છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને ઘણા લોકોને આશ્ચર્ય થાય છે, જ્યારે ઘણા લોકોને આ વીડિયો ખૂબ જ રમુજી લાગી રહ્યો છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી. એક યુઝરે કહ્યું કે અહીં ગંગા ઉલટી વહે છે. બીજી બાજુ, અન્ય એક યુઝરે લખ્યું કે તેને નજરનો ખૌફ કહેવામાં આવે છે. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર અલગ અલગ રીતે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

આ પણ વાંચો –

Virat Kohli trolled : દિવાળી મનાવવાની ટીપ્સ શેયર કરવી વિરાટ કોહલીને ભારે પડી, લોકોએ ટ્વીટર પર લગાવી દીધી ક્લાસ

આ પણ વાંચો –

OMG ! આ મહિલાએ પેનની સાઇઝ જેટલી બાળકીને આપ્યો જન્મ, 13 મહિના સુધી રાખવામાં આવી ICU માં

આ પણ વાંચો –

જમ્મુમાં આતંકી હુમલાની દહેશત બાદ તંત્ર એલર્ટ પર, આર્મી ચીફે કહ્યું કે, પૂંછ એન્કાઉન્ટર મામલે આતંકવાદીઓની સઘન શોધ શરૂ

g clip-path="url(#clip0_868_265)">