પાણી પીવા માટે વાંદરાએ ચલાવ્યુ ગજબનું મગજ, Viral Video જોઈ ચોંકી ગયા લોકો

|

Jun 26, 2022 | 11:46 PM

વાંદરા (Monkeys) તેમની મસ્તીખોર પ્રવૃતિઓ માટે જાણીતા છે. તેમના મસ્તીના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં તેનો આવો જ એક વીડિયો વાયરલ થયો છે.

પાણી પીવા માટે વાંદરાએ ચલાવ્યુ ગજબનું મગજ,  Viral Video જોઈ ચોંકી ગયા લોકો
વાયરલ વીડિયો
Image Credit source: Instagram

Follow us on

પ્રાણીઓથી જોડાયેલા વીડિયો જોવા કોને ના પંસદ હોય. તેમા પણ જો જંગલી પ્રાણીઓના વીડિયો હોય તો લોકો વધારે જોતા હોય છે. વાંદરાઓને (Monkeys) લગતા વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થતા હોય છે. વાંદરા પોતાની કેટલીક હરકતોથી લોકોના દિલ જીતી લેતા હોય છે. વાંદરાઓ કેટલીક વાર એવા કામ કરતા હોય છે કે લોકો દંગ થઈ જાય છે. વાંદરા બીજા પ્રાણીઓ કરતા અલગ છે. તે પણ માણસ જેવા જ સમજદાર હોય છે. પોતાનું કામ પૂરુ કરવા માટે તેઓ મગજ પણ સારી રીતે ચલાવે છે. હાલમાં આવો જે એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે.

વાંદરાઓ પોતાની ધમાલ માટે જાણીતા છે. રહેણાક વિસ્તારોમાં પણ વાંદરાઓની ધમાલ મસ્તી વિશે તમે જાણતા જ હશો. જો કોઈક કામ તેમના મુજબ ના થાય તો તે ધમાલ મચાવી કઈક ખરાબ પણ કરી શકે છે. સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો વાયરલ થાય છે. હમણા વાયરલ થઈ રહેલા વીડિયોમાં વાંદરા પોતાની પાણીની તરસ દૂર કરવા માટે કઈક એવુ કરે છે કે તમે પણ ચોંકી જશો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગરમીને કારણે વાંદરો હેરાન છે. તે પોતાની પાણીની તરસ દૂર કરવા માટે આમતેમ ફાફા મારે છે. તેને એક પાણીનો પાઈપ દેખાય છે. જેને જોઈને તે અંદાજ લગાવે છે કે તેમા પાણી હશે. વાંદરો તેના પર ચઢે છે જેના કારણે પાણીનો પાઈપ થોડો નીચો થાય છે. પાણી નીકળતા જ તે પાણી પી ને પોતાની તરસ દૂર કરે છે. અને ત્યાથી જતો રહે છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ghantaa નામમા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. હમણા સુધી આ વીડિયોને 1.64 લાખથી વધારે લોકોએ જોયો છે. અને પોતાની પ્રતિક્રિયા આપી છે. આ વીડિયોને લોકો ખુબ પંસદ કરી રહ્યા છે.

 

Next Article