Animal Video : નાનકડા ગજરાજે પક્ષીને કર્યું પરેશાન, પક્ષીએ ગજરાજને સારી રીતે ભણાવ્યો પાઠ

|

May 27, 2022 | 9:43 AM

આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર નાના હાથી અને પક્ષીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને IPS ઓફિસર દીપાંશુ (Dipanshu Kabra) કાબરાએ શેયર કર્યો છે અને અત્યાર સુધીમાં હજારો લોકો તેને જોઈ ચૂક્યા છે.

Animal Video : નાનકડા ગજરાજે પક્ષીને કર્યું પરેશાન, પક્ષીએ ગજરાજને સારી રીતે ભણાવ્યો પાઠ
Bird and animal Video viral

Follow us on

કહેવાય છે કે કર્મ (Karma) કરો અને પરિણામની ચિંતા ન કરો. પણ ભાઈ, જ્યારે કોઈ કોઈનું ખરાબ કરે છે ત્યારે એનો હિસાબ વહેલા-મોડા કોઈને કોઈ રીતે થઈ જાય છે એવું પણ કહેવાય છે. જો કે, કેટલીકવાર આ હિસાબ એકદમ ફટાફટ થઈ જાય છે! આ બાબતો માત્ર માણસોને જ નહીં પણ પ્રાણીઓને પણ લાગુ પડે છે. વિશ્વાસ ન આવતો હોય તો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જોઈ લો. જ્યાં હાથીનું બચ્ચું પક્ષીને પરેશાન કરે છે, પરંતુ પક્ષી પાછળથી તેને એવો પાઠ ભણાવે છે, જેને જોઈને તે કોઈને પણ પરેશાન કરતા પહેલા સો વાર વિચારશે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે નદી કિનારે એક પક્ષી પાણી પી રહ્યું છે. આ દરમિયાન, એક નાનો હાથી ત્યાં આનંદના મૂડમાં આવે છે અને પક્ષીને પરેશાન કરવાનું શરૂ કરે છે. તે વારંવાર તેની સૂંઢમાં પાણી ભરે છે અને તેને તેના પર ફેંકવાનું શરૂ કરે છે. જેના કારણે પક્ષી પરેશાન થઈ જાય છે અને થોડીવાર પછી ગુસ્સે થયેલું પક્ષી હાથીને દોડાવતું જોવા મળે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અહીં વીડિયો જુઓ……..

આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ (IPS Dipanshu Kabra) ટ્વિટર પર શેયર કર્યો છે, જેની સાથે તેણે કેપ્શન લખ્યું છે કે, ‘કોઈને નાનું સમજીને પરેશાન કરવું મૂર્ખતા છે. કારણ કે એક નાનું પક્ષી પણ હાથીને નચાવી કરી શકે છે.’ સમાચાર લખાય છે ત્યાં સુધી આ ક્લિપને 34 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને વીડિયો પર ઘણા લોકોની પ્રતિક્રિયાઓ પણ જોવા મળી છે.

એક યુઝરે લખ્યું કે કોઈને ક્યારેય કમજોર ન સમજવું જોઈએ.’ અન્ય એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું, ‘હાથી પક્ષીને આટલું સારું નવડાવી રહ્યો હતો, પણ પક્ષીએ ખોટું લઈ લીધું.’

Next Article