કાગડાએ ચાંચ મારી-મારીને શરૂ કરાવી બે બિલાડી વચ્ચે લડાઈ, લોકોએ કહ્યું- લાગે છે કે માણસો પાસેથી શીખ્યા છે

|

Nov 03, 2022 | 9:20 AM

તમે ઘણા એવા લોકોને જોયા હશે જેઓ અગ્નિમાં ઘીનું કામ કરે છે. આવા લોકોને બે વ્યક્તિઓ વચ્ચેની લડાઈ (Fight) જોવાની મજા આવે છે અને જો તમે એમ વિચારતા હોવ કે માત્ર માણસો જ આ કામ કરે છે તો તમે ખોટા છો, ઘણા પ્રાણીઓ અને પક્ષીઓને પણ આવી આદત હોય છે

કાગડાએ ચાંચ મારી-મારીને શરૂ કરાવી બે બિલાડી વચ્ચે લડાઈ, લોકોએ કહ્યું- લાગે છે કે માણસો પાસેથી શીખ્યા છે
Cat And Crow Viral video

Follow us on

ઈન્ટરનેટ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં વિવિધ પ્રકારની વસ્તુઓ જોઈ, સાંભળી અને વાંચી શકાય છે. ખાસ કરીને પ્રાણીઓના વીડિયોનું તો શું કહેવું..! આ વીડિયો એવા છે કે (Viral Video) જે લોકોને જોવાનું ખૂબ ગમે છે. આ વીડિયો જોયા પછી ઘણી વખત આપણને ખુબ જ મજા આવે છે તો સાથે-સાથે એવા વીડિયો પણ જોવા મળે છે જે આપણને એવો બોધપાઠ આપે છે જે કદાચ કોઈ પુસ્તકમાં જોવા ન મળે. આવો જ એક વીડિયો હાલના દિવસોમાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા પછી તમે ચોક્કસ સમજી શકશો કે આપણે ક્યારેય કોઈ ત્રીજા વ્યક્તિના આડમાં ન આવવું જોઈએ.

તમે ઘણા એવા લોકોને જોયા હશે જેઓ અગ્નિમાં ઘીનું કામ કરે છે. આવા લોકોને બે વ્યક્તિઓ વચ્ચેની લડાઈ જોવાની મજા આવે છે અને જો તમે એવું વિચારતા હોવ કે માત્ર માણસો જ આ કરે છે તો તમે ખોટા છો. હવે આ ક્લિપ જુઓ જ્યાં એક પક્ષી આવું કામ કરતો જોવા મળે છે, તે જોઈને તમને આખી વાત સમજાઈ જશે.

અહીં વીડિયો જુઓ

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

વીડિયોમાં જોઈ શકાય છે કે, બે બિલાડીઓ એકબીજાની સામે ઊભી છે. એટલામાં એક કાગડો આવે છે અને બિલાડીને પાછળથી ચાંચ મારે છે. શરૂઆતમાં બિલાડી તેને અવગણે છે પરંતુ, કાગડો સતત તેને ચાંચ મારતો રહે છે, જેના કારણે બિલાડીનો ગુસ્સો સીધો સાતમા આસમાને પહોંચી જાય છે અને તેને લાગે છે કે તેની સામે ઉભેલી બિલાડી તેની સાથે આવું કરી રહી છે. જે પછી તે બિલકુલ વિચાર્યા વિના બિલાડી પર હુમલો કરે છે. જ્યારે બિલાડી અટકી જાય છે, ત્યારે કાગડો ફરીથી ચાંચ મારવાનું શરૂ કરે છે અને બિલાડી ફરીથી લડવાનું શરૂ કરે છે અને આ પ્રક્રિયા ચાલુ રહે છે.

15 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર શેર કરવામાં આવ્યો છે. આ જોયા પછી એક યુઝરે કહ્યું કે, આ ક્લિપ જોઈને ખબર પડે છે કે કાગડા ખરેખર સ્માર્ટ હોય છે. એકે કહ્યું કે, કાગડાની ચાલાકી અદ્ભુત છે. આ સિવાય બીજા ઘણા લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

Next Article