Viral News: વ્યક્તિ પાસેથી સિગારેટ છીનવીને પીતો હતો કાગડો, સ્મોકિંગને લીધે મૃત્યુ પામ્યો?

Smoking Crow: વર્ષ 2020માં કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં લોકડાઉન હતું. આ દરમિયાન પીટ તેનો મોટાભાગનો સમય તેના બગીચામાં પસાર કરતો હતો. તે અવાર-નવાર સિગારેટ પીતો હતો. એકવાર તે સિગારેટ પી રહ્યો હતો, ત્યારે એક કાગડો ત્યાં આવ્યો અને તેની સાથે સિગારેટની મજા લેવા લાગ્યો.

Viral News: વ્યક્તિ પાસેથી સિગારેટ છીનવીને પીતો હતો કાગડો, સ્મોકિંગને લીધે મૃત્યુ પામ્યો?
Smoking Crow
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 9:53 AM

Smoking Crow: તમે ઘણીવાર જોયું હશે કે બે સિગારેટ પીતા લોકો ખૂબ જ ઝડપથી મિત્રો બની જાય છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, સિગારેટના કારણે કાગડો અને માણસ વચ્ચે મિત્રતા થાય છે. ઈંગ્લેન્ડના એક માણસની કાગડા સાથે મિત્રતા થઈ ગઈ. કારણ કે કાગડો સિગારેટ (Smoking Crow) પણ પીતો હતો.

કાગડો મોંમાંથી છીનવી લેતો હતો સિગારેટ

મીડિયાના રિપોર્ટ મુજબ વર્ષ 2020માં કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં લોકડાઉન હતું. આ દરમિયાન ઈંગ્લેન્ડના ઈસ્ટ સસેક્સના રહેવાસી પીટ પોતાનો મોટાભાગનો સમય પોતાના બગીચામાં વિતાવતા હતા. પીટ વારંવાર સિગારેટ પીતો હતો. પીટે જણાવ્યું કે, એકવાર તે સિગારેટ પી રહ્યો હતો, ત્યારે એક કાગડો ત્યાં આવ્યો અને તેની સાથે સિગારેટની મજા લેવા લાગ્યો.

23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!
તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી

પીટે જણાવ્યું કે, જ્યારે કાગડાએ પહેલીવાર તેની સિગારેટનો સ્વાદ ચાખ્યો, ત્યારબાદ તેને સિગારેટની લત લાગી ગઈ હતી. આ પછી તે દરરોજ તેની પાસે આવવા લાગ્યો અને બંને સાથે સિગારેટની મજા માણતા હતા. પીટે આ કાગડાને પોતાનો મિત્ર બનાવ્યો હતો અને તેનું નામ ક્રેગ રાખ્યું હતું. પીટ કહે છે કે ઘણી વખત ક્રેગ તેના મોંમાંથી સિગારેટ છીનવી લેતો હતો અને પીવા લાગતો હતો. આ બંનેની મિત્રતા ઘણા મહિનાઓ સુધી ચાલી હતી.

શું ઘણી બધી સિગારેટ પીવાથી થયું છે મૃત્યુ?

જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રેગે પીટના બગીચામાં જવાનું બંધ કરી દીધું છે. પીટે કહ્યું કે હવે તેને ડર છે કે વધુ પડતી સિગારેટ પીવાના કારણે તેનું મૃત્યુ ન થઈ જાય. ગયા વર્ષે ઓક્ટોબરથી તેણે કાગડાને જોયો નથી. પીટે જણાવ્યું કે, તેણે પોતાના અનોખા સ્મોકિંગ પાર્ટનર સાથે 6 હજારથી વધુ તસવીરો ખેંચી છે. આ પછી આ તસવીરો ક્રેગના નામના ટ્વિટર પર શેયર કરવામાં આવી છે.

6 હજાર ફોટો લીધા

પીટે તેના સ્મોકિંગ પાર્ટનર સાથે લગભગ છ હજાર તસવીરો ખેંચી છે. તેણે તે બધાને NFT આર્ટવર્કમાં રૂપાંતરિત કર્યા અને ચિત્રો તેના ક્રેગ નામના ટ્વિટર પર શેયર કર્યા. હવે જ્યારે ક્રેગ પીટના ઘરે નથી આવી રહ્યો, ત્યારે તેને ક્રેગની ચિંતા છે. તેણે કહ્યું કે, એવું કેમ લાગે છે કે ક્રેગ હવે દુનિયામાં નથી. કદાચ તેનું મૃત્યુ ધૂમ્રપાનને કારણે થયું હતું. પીટ સિવાય તેના બંને બાળકો પણ ક્રેગને ખૂબ મિસ કરે છે.

NFT શું છે?

Non-fungible token (NFT) સૌપ્રથમ 2014માં લોકોની નજરમાં આવ્યું હતું. NFTએ એક અલગ પ્રકારનો અપરિવર્તનશીલ ડેટા છે. જે વાસ્તવિક દુનિયામાં પણ થાય છે. આમાં લોકો ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને મૂળ નકલ ડિજિટલ આર્ટ ખરીદે છે અને વેચે છે. દરેક ડિજિટલ આર્ટનો એક યુનિક કોડ હોય છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Funny Video: કૂતરાએ જંગલના રાજા-રાણીને છોડાવ્યો પરસેવો, વીડિયો જોઈને લોકોએ કહ્યું- નસીબદાર, સિંહને ભૂખ નથી!

આ પણ વાંચો:  Viral Video : રીંછે કેમેરામાં રેકોર્ડ કર્યો પોતાનો જ વીડિયો, લોકો જોઇને બોલ્યા ‘આ રીંછ તો સ્માર્ટ નીકળ્યુ’

ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
g clip-path="url(#clip0_868_265)">