Viral Video: આ બાળકે બતાવ્યું અદ્ભુત ટેલેન્ટ, આનંદ મહિન્દ્રા પણ બન્યા ફેન

|

Aug 09, 2022 | 11:20 PM

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તા પર એક બાળક દોડીને કેમેરા સામે આવે છે અને હવામાં કૂદે છે, હવામાં 2-3 ગૂંલાટી પણ મારે છે. તે એવા એવા સ્ટંટ કરે છે કે જોનારા લોકો દંગ રહી જાય છે.

Viral Video: આ બાળકે બતાવ્યું અદ્ભુત ટેલેન્ટ, આનંદ મહિન્દ્રા પણ બન્યા ફેન
Viral Video
Image Credit source: TWITTER

Follow us on

સોશિયલ મીડિયા પર રોજ લાખો વીડિયો અપલોડ થતા હોય છે. તેમાંથી ઘણા વીડિયો એટલા સરસ હોય છે કે થોડી જ મિનિટમાં વાયરલ થઈ જાય છે. સોશિયલ મીડિયા ટેલેન્ટથી ભરપૂર લોકો માટે વરદાનરુપ છે. આ સોશિયલ મીડિયા પર લોકો પોતાના ટેલેન્ટનો વીડિયો મૂકીને લોકો સુધી પહોંચતા હોય છે. ઘણા લોકો તેમાંથી પોતાનું ગુજરાન પણ ચલાવતા હોય છે. આવા વીડિયોઝમાં જાત-જાતના ટેલેન્ટ જોવા મળે છે. ડાન્સ, સિગિંગ, સ્ટંટ વગેરે જેવા ટેલેન્ટ જોવા મળે છે. હાલમાં આનંદ મહિન્દ્રાએ (Anand Mahindra) એક ટેલેન્ટેડ છોકરાનો વીડિયો શેયર કર્યો છે, જે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ (Viral Video) થયો છે.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તા પર એક બાળક દોડીને કેમેરા સામે આવે છે અને હવામાં કૂદે છે, હવામાં 2-3 ગૂંલાટી પણ મારે છે. તે એવા એવા સ્ટંટ કરે છે કે જોનારા લોકો દંગ રહી જાય છે. આવા સ્ટંટ કરવુ મોટા લોકો માટે પણ મુશ્કેલ હોય છે પણ આ નાનો બાળક એટલી સરસ રીતે આ સ્ટંટ કરી બતાવે છે કે લોકો તેના ટેલેન્ટને સલામ કરી રહ્યા છે. આ વીડિયોને જોઈને લોકો કહી રહ્યા છે કે ભારતમાં ટેલેન્ટની કમી નથી. આ બાળક ટેલેન્ટથી ભરપૂર છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિંદ્રાએ શેયર કર્યો છે. જાણવા મળ્યુ છે કે, આ ટેલેન્ટેડ બાળક તમિલનાડુના તિરુનેલવેલીનો છે. આનંદ મહિન્દ્રાએ આ વાયરલ વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યુ છે કે, આવનારી પેઢીની પ્રતિભા આકાર લઈ રહી છે. આપણે આ પ્રતિભાને ફાસ્ટ ટ્રેક પર લાવવાની જરુર છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. આ વીડિયોને હજારો લોકોએ શેર અને લાઈક કર્યો છે. લોકો આ બાળકના ટેલેન્ટને જોઈને અભિભૂત થઈ છે. આ વીડિયો પર લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

Next Article