ફિલ્મ સ્ટાર બનવા ગજબની દિવાનગી! 14 વર્ષના છોકરાએ પોતાના જ અપહણનું રચ્યુ કાવતરું

|

Jul 17, 2021 | 4:48 PM

14 વર્ષીય છોકરો ઘરેથી બેગ અને કપડાં સાથે 18 હજાર રૂપિયા લઈને ઘરેથી ગયો હતો અને થોડા સમય બાદ પોતાના ફોનથી મેસેજ કર્યો કે તે કિડનેપ થઇ ગયો છે.

ફિલ્મ સ્ટાર બનવા ગજબની દિવાનગી! 14 વર્ષના છોકરાએ પોતાના જ અપહણનું રચ્યુ કાવતરું
boy plotted his own kidnapping

Follow us on

હજારો લોકો ફિલ્મ સ્ટાર બનવા માટે માયાનગરી મુંબઈ (Mumbai) પહોંચે છે. કેટલાક લોકોને પરિવારનો સપોર્ટ મળે છે તો કેટલાક લોકો ઘરેથી ભાગીને બોલીવૂડ (Bollywood)માં પોતાની કિસ્મત ચમકાવવા પહોંચી જાય છે. હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 14 વર્ષના છોકરાએ ફિલ્મ સ્ટાર બનવા માટે પોતાના જ અપહરણની વાર્તા રચી દીધી.

 

હરિયાણાના અંબાલામાં 14 વર્ષીય છોકરો ઘરેથી બેગ અને કપડા સાથે 18 હજાર રૂપિયા લઈને ઘરેથી નીકળી ગયો હતો અને થોડા સમય બાદ પોતાના ફોનથી મેસેજ કર્યો કે તે કિડનેપ થઈ ગયો છે. તેના પિતાએ તરત જ ઘટનાની જાણ પોલીસને કરી અને પોલીસે બાળકના મોબાઈલ લોકેશનના આધાર પર તેને મોહાલી એરપોર્ટ પરથી શોધી લીધો. અપહરણની ફરિયાદ મળતા જ એસએચઓ અજાયબ સિંહ બાળકના ઘરે પહોંચ્યા હતા. તેમણે બાળકને શોધવા માટે એક સંયુક્ત ટીમને ગઠિત કરી અને ટીમે કાર્યવાહી કરતા 2 જ કલાકમાં આ બાળકને શોધી નાખ્યો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

પોલીસના જણાવ્યા પ્રમાણે આ બાળક 9માં ધોરણમાં અભ્યાસ કરે છે અને ફિલ્મ સ્ટાર બનવાના ચક્કરમાં મુંબઈ જઈ રહ્યો હતો. તેના માથા પર એક્ટર બનવાનું ભૂત એ હદે સવાર થયુ કે તેણે પોતાના જ અપહરણની વાર્તા રચી દીધી. તેના આ નાટકના ચક્કરમાં પરિવારજન અને પોલીસ ખૂબ હેરાન થઈ.

 

છોકરાની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યુ કે તેને એક્ટર બનવું છે અને જ્યારે તેના માતા-પિતા બજાર ગયા હતા, તે સમયે તેણે બેગમાં કપડા ભર્યા અને 18 હજાર રૂપિયા લઈને રિક્ષામાં બેસીને નીકળી ગયો. પોતાના પિતાનું ધ્યાન ભટકાવવા માટે તેણે પોતાના જ ફોન પરથી પોતાનું અપહરણ થયુ હોવાનો મેસેજ કર્યો. મેસેજ વાંચીને તરત જ તેના પિતાએ પોલીસની મદદ લીધી અને તેના લોકેશનની મદદથી તેને શોધી કાઢવામાં આવ્યો.

 

આ પણ વાંચો યુવાઓ જલ્દી ઘરે જઇ બાળક પ્લાન કરી શકે તે માટે ચીનમાં હવે કંપનીઓ નહીં કરાવે ઓવરટાઇમ

 

આ પણ વાંચો – World Smallest Airports: ક્યાંક એરપોર્ટ બીચ પર છે તો ક્યાંક પર્વતો પરથી વિમાન કરે છે ટેક ઓફ, જાણો વિશ્વના પાંચ નાના એરપોર્ટ વિશે

Next Article