આ 10 વર્ષીય કરોડપતિ છોકરી બે કંપનીઓની માલિક છે, 15 વર્ષની ઉંમરે થઈ શકે નિવૃત્ત

એક છોકરી છે જે 15 વર્ષની ઉંમરે કરોડપતિ બનીને નિવૃત્ત થવા જઈ રહી છે. જો આવું થાય તો તે વિશ્વની સૌથી નાની વયની નિવૃત્તિ લેનારી છોકરી બની શકે છે. આ છોકરી હજુ પ્રાથમિક શાળામાં છે.

આ 10 વર્ષીય કરોડપતિ છોકરી બે કંપનીઓની માલિક છે, 15 વર્ષની ઉંમરે થઈ શકે નિવૃત્ત
Pixie Curtis

જ્યારે તમે પ્રાથમિક શાળામાં હતા ત્યારે તમારા ખાતામાં કેટલા પૈસા હતા? કદાચ પૂછવું યોગ્ય નહીં હોય, કારણ કે ઘણા બાળકોનું આજ સુધી બેંકમાં ખાતું પણ નથી. પરંતુ ઓસ્ટ્રેલિયામાં (Australia) એક છોકરી છે જે 15 વર્ષની ઉંમરે કરોડપતિ બનીને નિવૃત્ત થવા જઈ રહી છે. જો આવું થાય તો તે વિશ્વની સૌથી નાની વયની નિવૃત્તિ લેનારી છોકરી બની શકે છે. આ છોકરી હજુ પ્રાથમિક શાળામાં છે. 10 વર્ષીય પિક્સી કર્ટિસે (Pixie Curtis) એક રમકડાની કંપની (Pixie Curtis Toy Company)ની સ્થાપના કરી છે. આ કંપની અત્યારે જંગી નફો કરી રહી છે અને તે આ રીતે ચાલુ રહે તેવી શક્યતા છે.

તેની માતા, રોક્સી જેસેન્કોની (Roxy Jacenko) મદદથી પિક્સીએ રમકડાની કંપની Pixie’s Fidgetsની સ્થાપના કરી. આ રમકડાની કંપની ગયા વર્ષે શરૂ કરવામાં આવી હતી અને પ્રથમ 48 કલાકમાં રમકડાં વેચાઈ ગયા હતા. Pixie પાસે Pixie’s bows નામનો બીજો વ્યવસાય પણ છે. આ તે કંપની છે જેની સ્થાપના પિક્સી કર્ટિસની માતાએ તેમના બાળપણમાં કરી હતી. ત્રણેય કંપનીઓ હવે Pixie’s Pix નો ભાગ છે, જે અન્ય બાળકોની રમતો અને એસેસરીઝ પણ વેચે છે. હાલમાં આ છોકરીની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

પિક્સી કર્ટિસની માતાએ શું કહ્યું?

રોક્સી જેસેન્કોએ news.com.au ને કહ્યું, ‘જો તે ઈચ્છે તો 15 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ શકે છે. અમે અમારા પરિવારમાં મજાક કરતા રહીએ છીએ કે હું 100 વર્ષની ઉંમર સુધી કામ કરતી રહીશ અને પિક્સી 15 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જશે. હું ચોક્કસપણે જાણું છું કે, કોણ હોંશિયાર છે.” તેણે કહ્યું, મેં પહેલા દિવસથી જ કહ્યું હતું કે, પિક્સી જે ક્ષણે નક્કી કરશે કે, તે હવે કંપની ચલાવવા માંગતી નથી અથવા પિક્સી પિક્સ અને પિક્સી બોના બિઝનેસમાં જોડાવા માંગતી નથી. અમે તે જ દિવસે ફરીથી મૂલ્યાંકન કરીશું. પરંતુ હાલમાં તે ખુશ છે અને ઘણું શીખી રહી છે.

પિક્સી કર્ટિસ નેટ વર્થ કેટલી છે?

જેકેન્કો સ્વેટી બેટી પીઆર (Sweaty Betty PR) સહિત ઘણા સફળ વ્યવસાયોના માલિક છે. પિક્સીની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના એક લાખથી વધુ ફોલોઅર્સ છે. પિક્સીની સફળતા છતાં, તેની માતા નથી ઈચ્છતી કે, પિક્સીને એવું લાગે કે તેણે કંપની માટે કામ કરવું પડશે. ડેઇલી મેઇલ ઓસ્ટ્રેલિયાએ 2018 માં અહેવાલ આપ્યો હતો કે, પિક્સી 18 વર્ષની ઉંમર સુધીમાં $21 મિલિયન સુધીની નેટવર્થ ધરાવી શકે છે. જો આમાં Pixies ફિજેટ્સ પણ ઉમેરવામાં આવે તો આ રકમ હજુ પણ વધી શકે છે.

આ પણ વાંચો: IND vs SA: વિરાટ કોહલીની સ્ટંમ્પ માઇક હરકત પર ભડક્યો ગૌતમ ગંભીર, કહ્યુ, ‘ક્યારેય નહી બની શકે યુવાનોનો આદર્શ’

આ પણ વાંચો: IND vs SA, 3rd Test, Day 4, LIVE Cricket Score: પ્રથમ સત્રની રમત સમાપ્ત, દક્ષિણ આફ્રિકા મજબૂત સ્થિતીમાં

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati