એકની ઉપર એક ચઢી ગઈ કાર, રેસિંગ ટ્રેક પર થયો ભયાનક અકસ્માત, Car Accident નો વીડિયો જોઈ ચોંકી ગયા લોકો

|

Jun 26, 2022 | 6:02 PM

Car Accident Video: હાલમાં ટ્વિટર પર રેસિંગ ટ્રેકના અકસ્માતનો વીડીયો વાયરલ થઈ રહ્યો છે. રેસમાં ભાગ લઈ રહેલી બે કાર એક બીજા સાથે એવી રીતે અથડાઈ છે કે જોવાવાળાને સવાલ થાય કે આ અકસ્માતમાં બન્ને કારના ડ્રાઈવરોનું શું થયુ હશે?

એકની ઉપર એક ચઢી ગઈ કાર, રેસિંગ ટ્રેક પર થયો ભયાનક અકસ્માત, Car Accident નો વીડિયો જોઈ ચોંકી ગયા લોકો
Terrible Accident Video
Image Credit source: twwiter

Follow us on

દુનિયામાં વર્ષોથી રેસનો ટ્રે઼ડ ચાલે છે. લોકોને રેસમાં ભાગ લેવાનો અને રેસ જોવાનો પણ ઘણો શોખ હોય છે. પહેલા જમાનામાં ઘોડાની રેસ, હાથીની રેસ, ઊંટની રેસ, બળદગાડાની રેસ વધારે થતી. લોકો દૂર દૂરથી તેને જોવા પણ આવતા. ખાસ કરીને રાજાઓ આ પ્રકારની રેસનું આયોજન કરતા હોય છે. આપણે સૌએ સ્કૂલમાં કયારેકને કયારેક રેસની સ્પર્ધામાં ભાગ લીધો જ હશે. આજના જમાનામાં કાર રેસનો ટ્રેડ વધારે છે. દુનિયામાં જો કોઈ રેસ હોય જે સૌથી ખતરનાક હોય, તો તે છે કારની રેસ (Car racing). આ રેસમાં નાની ભૂલ જીવનનો અંત લાવી શકે છે. કાર સામાન્ય રીતે રસ્તાઓ પર મહત્તમ 120-130ની ઝડપે દોડે છે, પરંતુ ફોર્મ્યુલા વન કાર રેસમાં વાહનોની ઝડપ 360 કિલોમીટર પ્રતિ કલાકથી વધી જાય છે. આ દરમિયાન રેસિંગ ટ્રેક પર ક્યારેક ગંભીર અકસ્માતો પણ થાય છે. હાલમાં આવા જ એક કાર રેસનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રેસિંગ ટ્રેક પર કાર ખુબ ઝડપથી દોડી રહી છે. આ દરમિયાન અચાનક ટર્નિંગ પર બે કારનું બેલેન્સ બગડી જાય છે અને તે એકબીજા સાથે અથડાય છે. પછી કાર એકની ઉપર બીજી ઉપર ચઢી જાય છે. આ દુર્ઘટનામાં એક કારને વધારે નુકસાન નથી થયું, પરંતુ બીજી કારને ઘણું નુકસાન થયું છે. સદનસીબે બંને કારના ચાલકોને કોઈ નુકસાન થયું નથી, જે રીતે આ અકસ્માત થયો છે, જો ડ્રાઈવરો એક્સપર્ટ ન હોત તો ગંભીર રીતે ઘાયલ થયા હોત.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ ભયાનક અકસ્માતનો વીડિયો ટ્ટિટર પર @lookedexpensive નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 11 સેકન્ડના અકસ્માતના વીડિયોને હમણા સુધી 44.6 હજારથી વધુ લોકોએ જોયો છે. લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. રેસિંગ ટ્રેક પર કારને ઝડપથી જતા જોવાની મજા તો આવે છે, પણ જો નાની ભૂલને કારણે અકસ્માત થાય તો કોઈનો જીવ પણ જઈ શકે છે. રેસિંગ ટ્રેક પર અકસ્માતના આવા ઘણા વીડિયો સોશિયન વીડિયો પર વાયરલ થતા હોય છે.

Next Article