Viral: વેઈટરે સેકન્ડોમાં ટેબલ પર ગોઠવી દીધી પ્લેટ, યુઝર્સે કહ્યું ‘જમવા કરતા વેઈટરને જોવા આવે છે લોકો’

|

May 30, 2022 | 8:58 AM

આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક વેઈટર આ કુશળતાના કારણે લોકોમાં ચર્ચામાં છે. જેમણે પોતાનું કામ થોડી જ સેકન્ડમાં એટલી પરફેક્ટ રીતે કરી દીધું, જેને જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા.

Viral: વેઈટરે સેકન્ડોમાં ટેબલ પર ગોઠવી દીધી પ્લેટ, યુઝર્સે કહ્યું જમવા કરતા વેઈટરને જોવા આવે છે લોકો
Talented Waiter Video
Image Credit source: Twitter

Follow us on

ભગવાને દરેક મનુષ્યમાં ચોક્કસથી કોઈને કોઈ ટેલેન્ટ(Talent) આપ્યું છે. ફક્ત લોકોએ એ ટેલેન્ટ પર કામ કરવું જોઈએ અને તેને સિદ્ધ કરવાની જરૂર છે. બીજી તરફ એવા લોકો પણ છે જેઓ એક કામ લાંબા સમય સુધી કરતા હોય છે અને તેઓ તેમાં એટલા પરફેક્ટ બની જાય છે કે ભૂલનો અવકાશ બિલકુલ નહિવત હોય છે અને અન્ય લોકો પણ જ્યારે તેમનું કામ અને ઝડપ જોઈને દંગ રહી જતા હોય છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા(Social Media)પર એક વેઈટર આ કુશળતાના કારણે લોકોમાં ચર્ચામાં છે. જેમણે પોતાનું કામ થોડી જ સેકન્ડમાં એટલી પરફેક્ટ રીતે કરી દીધું, જેને જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા.

વાયરલ થઈ રહેલો વીડિયો કોઈ રેસ્ટોરન્ટનો હોવાનું લાગી રહ્યું છે. જ્યાં એક વેઈટર ટેબલ સાફ કરીને મહેમાનો માટે તૈયાર કરી રહ્યો છે. તે પહેલા ટેબલ પર કપડું ફેલાવે છે અને તેના પર મૂકેલા કાચના ગોળ ટુકડાને વર્તુળમાં ફેરવે છે અને પછી તે ગોળ કાચ તૂટ્યા વિના આપોઆપ જગ્યાએ સેટ થઈ જાય છે. જે બાદ વ્યક્તિએ તે કાચ પર પ્લેટો મૂકી અને પછી ફરી એકવાર કાચને ફેરવ્યો અને પ્લેટો તેની યોગ્ય જગ્યાએ પહોંચી ગઈ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ વીડિયો Next Level Skill નામના એકાઉન્ટ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે વેઈટરના વખાણમાં એક કેપ્શન પણ લખ્યું હતું. જાણકારી માટે આપને જણાવી દઈએ કે આ વીડિયો સમાચાર લખાય છે ત્યાં સુધી 35 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે લોકો આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે અનુભવ કોને કહેવાય તે આ વીડિયો જોઈને સમજી શકાય છે. તો બીજી તરફ અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘ટાઈમિંગ અને ટેલેન્ટ બંને અદ્ભુત છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે લોકો આ રેસ્ટોરન્ટમાં ખાવાનું ઓછું અને આ વેઈટરની ટેલેન્ટ જોવા માટે વધુ આવશે.

Next Article