‘હાસ્યનો ડાયરો’: ST ડેપોમાંથી બસ જ મોડી ઉપડે તો આખા રૂટમાં ફેરફાર થાય જ ને…વાંચો મજેદાર જોક્સ
ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
આ પણ વાંચો : ‘હાસ્યનો ડાયરો’: જ્યારથી આ Phone pay અને Google Pay આવ્યું છે…ત્યારથી…
—————————-
આ વખતે…..
‘ઠંડી’ હોળીના ફેરા ફરીને ગઈ.. ‘ગરમી’ સાતમ-આઠમના મેળા કરીને ગઈ… તો…પછી..
‘વરસાદ’નો શું વાંક… એ પણ નવરાત્રી રમીને જ જાય ને….!!!!
આવું તો ક્યારેક ચાલ્યા જ કરે..
ST ડેપોમાંથી બસ જ મોડી ઉપડે તો આખા રૂટમાં ફેરફાર થાય જ ને.. હાંચું..ને..!!!
😂🤣😂
———————-
બાજુની સીટ પર બેસેલી યુવતીને કંડક્ટરે કહ્યું- આ મોબાઈલ તમને જીવનમાં બોવ આગળ લઈ જશે…
યુવતી : કેમ …?
કંડક્ટર : ટિકિટ તો તે વડોદરાની લીધી છે, પણ બસ સુરત વટી ગઈ…!!!! 😜😂
——————————
મહેસાણાના મણીબેન અમેરિકાના એરપોર્ટ પર વિક્સની ડબ્બીને લીધે ફસાયા…
કેમ કે…..
પોલીસે પુછ્યું – શું છે આમા..?
તો મણીબેને કહ્યું – ‘બોમ સે..!!!’
🤣😂 —————————
એક વખત મેલેરિયાના મચ્છરે તેના છોકરાને કહ્યું – કોરોનાનો કોર્સ કરી લે સારો સ્કોપ છે તેમાં….
😜
———————-
Breakup પછી દુ:ખ ભરેલા ગીતો અને શાયરીઓ યાદ ન આવે તો…
સમજી લેવાનું કે ‘પ્રેમ નકલી’ હતો…….
😂🤣😂
————————-
(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)