TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’:………. તમ તમારે કર્મ કરો, ફળની ચિંતા છોડો!

|

May 12, 2022 | 9:26 AM

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’:.......... તમ તમારે કર્મ કરો, ફળની ચિંતા છોડો!

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-
પતિએ પત્ની પાસેથી રૂ 250 ઉછીના લીધા

થોડા દિવસ પછી ફરીથી Rs.250 ઉછીના લીધા

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પતિની બેગમાં થોડા રૂપિયા 💷જોઈને 💼, તેણે પતિ પાસેથી રૂપિયા પાછા માંગ્યા

પતિએ જ્યારે પૂછ્યું કે, કેટલા પાછા આપવાના થાય છે તો પત્ની એ કહ્યું Rs.4100.

ચમકી ઉઠેલા 😳પતિ એ સમજાવવા વિનંતી કરી તો પત્નીએ નીચે પ્રમાણે હિસાબ આપ્યો.

1). Rs. 2 5 0

2). Rs. 2 5 0

Total Rs. 4 10 0

પતિ હજી પણ શોધી રહ્યો છે કે, પત્ની કઈ સ્કુલ 🏫માં આવું ગણિત શીખી છે?

થોડા દિવસ પછી👇👇👇

પતિએ તેને ₹400 પાછા આપી પૂછ્યું કે, હવે કેટલા આપવાના બાકી રહ્યા ?

પત્નીએ લખ્યું✍

₹ 4100

₹ 400
————
=₹ 100

પતિ એ તરત ₹100 પાછા આપી રાહત નો શ્વાસ લીધો.

એ પછી બંને સુખેથી જીવ્યા.

માત્ર ગણિત મરી પરવાર્યું.😆
😂🤣😂
———————-
ગટુ મંદિરે ગયો.

ગટુ : હે ભગવાન, મને ફટાફટ સરકારી નોકરી અપાવી દો!

ભગવાન (હસીને) : કેળાં, નાળિયેર, સફરજન કંઈ લાવ્યો નથી. ખાલી હાથે જ આવ્યો છે…?

ગટુ : ભગવાન, તમ તમારે કર્મ કરો, ફળની ચિંતા છોડો! 😂😂😂
😜😂
——————————
ફોટામાં એટલા જ ફિલ્ટર વાપરવા,
કે જ્યારે કોઈને રૂબરૂ મળો

ત્યારે એને
હાર્ટ એટેક ના આવી જાય !!
🤣😂
—————————
ઘરમાં એકતા તો છે જ…

હું પાણી પીવા ઉભો થયો હોઉ
ત્યારે જ બધાને તરસ લાગે બોલો…
😜
———————-
‘ઓનલાઈન ચેટીંગ’ વાળો પ્રેમ
રેલ્વેની વેઈટીંગ ટિકીટ
જેવો હોય છે.

છેલ્લે સુધી ખબર જ નથી પડતી
કન્‍ફર્મ થશે કે નઈ…
—————————

(Disclaimer:- આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Next Article