TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: બાપાએ કીધુ છોકરી વાળા જોવા આવે, તો પગાર વધારે કહેજે

|

Feb 18, 2022 | 6:41 PM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: બાપાએ કીધુ છોકરી વાળા જોવા આવે, તો પગાર વધારે કહેજે
TV9 Gujarati 'Hasya No Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

બાપા કહે: છોકરી વાળા જોવા આવે, તો પગાર વધારે કહેજે..

મહેમાને આવીને પુછ્યુ : કેટલો પગાર છે ?

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

છોકરો કહે : આમ તો 1 કરોડ છે, પણ કપાતા કપાતા 8 હજાર આવે,

પછી બાપા એ તો માર્યો પણ મહેમાન પણ જતા જતા બે નાખતા ગ્યા….😂😂😂😂

………………………………………………………………………………………………………………………

પતિ, પત્ની મ્યૂઝિયમ જોવા ગયા..!!

પતિઃ અહીં દુનિયાનાં બધા પ્રાચીન હથિયારો છે.

પત્નીઃ બધા નથી.

પતિઃ કેમ?

પત્નીઃ “વેલણ” ક્યાં છે?🙄😏
🤣🤣🤣

………………………………………………………………………………………….

ઘરવાળા મને સવાર સવારમાં એવી રીતે ઉઠાડે છે જાણે રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઇ ગયુ હોય….

અને હું છેલ્લો સૈનિક બચ્યો હોઉં

……………………………………………………………………………………………..

6 વાગ્યેનો અલાર્મ લગાડીને તેને 5.59 એ બંધ કરીને પાછા સુવામાં એવી મજા આવે છે ને કે જાણે…..

કોઇ બોમ્બ ડિફ્યૂઝ કરી નાખ્યો હોય.

………………………………………………………………………………………………….

દિકરો બિયર પીને ઘરે આવ્યો.
પપ્પા ખિજાવે નહીં એના ડરથી લેપટોપ ખોલીને કામ કરવા લાગ્યો.

પપ્પા – બેટા તુ પાછો આજે પીને આવ્યો છે ?
દિકરો – ના પપ્પા, મે બિલકુલ નથી પીધી.
પપ્પા – તો પછી સૂટકેસ ખોલીને શુ કરી રહ્યો છે.

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Glycerin skin benefits: ગ્લિસરીન લગાવવા સંબંધિત આ ટિપ્સ અનુસરો, તમને મળશે આ ફાયદા

આ પણ વાંચો –

સાવધાન રહોઃ પ્રેમના નામે લોકોને છેતરે છે ઓનલાઈન ડેટિંગ એપ્સ, ઓનલાઈન છેતરપિંડીથી બચાવશે આ 5 વસ્તુઓ

આ પણ વાંચો –

‘કાચા બાદામ’ ગીત પર બે વિદેશી છોકરાઓ અને એક છોકરીએ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો

 

Next Article