
Shocking Stunt Video: સોશિયલ મીડિયાની દુનિયામાં જો કોઈ વસ્તુ સૌથી વધુ પસંદ કરવામાં આવે છે, તો તે માત્ર સ્ટંટ વીડિયો છે. જે બસ ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. કહેવાનો અર્થ એ છે કે સ્ટંટ જ એવા વીડિયો છે જે મોટાભાગના લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. ત્યારે આજકાલ આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જે જોઈને લોકો દંગ રહી ગયા છે.
જો ખરા અર્થમાં જોવામાં આવે તો આજકાલ યુવાનોમાં સ્ટંટનો ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. બાળકોથી લઈને દરેક વ્યક્તિ સ્ટંટ કરીને સોશિયલ મીડિયા પર ફેમસ થવા માંગે છે, પરંતુ લોકોએ સમજવું જોઈએ કે સ્ટંટીંગ એ બાળકોની રમત નથી, તેના માટે ઘણી પ્રેક્ટિસની જરૂર છે, પછી આવા સ્ટંટ ક્યાંક કરી શકાય છે. લોકોને તે ગમે છે, પરંતુ ત્યાં કેટલાક લોકો છે જે ગમે ત્યાં સ્ટંટ કરવાનું શરૂ કરે છે. હવે આ વિડિયો તમે જ જુઓ
આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક બાઈક લઈને પોતાના ઘરમાં જ સ્ટંટ કરી રહ્યો છે. તે ઘરની એક રુમમાં બાઈક અંદર લઈ આવે છે અને તે બાઈકને એક પગ નીચે રાખી ગોળ ગોળ ફેરવવા ટ્રાય કરે છે ત્યારે તેનો આ સ્ટંટ તેને જ ભારી પડી જાય છે બાઈક પરથી બેલેન્સ છુટી જતા બાઈક સામે મુકેલા ટીવી સાથે અથડાય છે અને ટીવી તેમજ બાઈક સાથે યુવક પણ નીચે પડી જાય છે.
આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પોતાની બાઈકનું આગળનું વ્હીલ ઊંચકીને રૂમમાં સ્ટંટ કરવા લાગે છે, જેવો તે આગળ વધે છે, ટીવી બાઇકના આગળના છેડા સાથે અથડાય છે અને તે પડીને તૂટી જાય છે. હવે ભલે તે આ સ્ટંટ બતાવીને ફેમસ થવા માંગતો હતો પરંતુ તેને ખબર નહોતી કે આ સ્ટંટ તેને આટલો મોંઘો પડી જશે.
આ વીડિયોને diogo_grau062 નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને બે લાખથી વધુ લોકોએ પસંદ કર્યો છે અને કરોડો લોકોએ તેને જોયો છે. આ સાથે જ લોકો આના પર કોમેન્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આખરે ઘરે આ પ્રકારના સ્ટંટ કરવાની વધુ જરૂર હતી!