Viral Photo : કોઈએ પ્લેનની બારી પર પાન-મસાલાની મારી પિચકારી, તસવીર જોઈને લોકોએ ‘જુબાન કેસરી’ વાળાને કર્યા ટ્રોલ

|

May 27, 2022 | 8:25 AM

આ દિવસોમાં IAS ઓફિસર Awanish Sharan દ્વારા શેયર કરવામાં આવેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં એક વ્યક્તિ પ્લેનની વિન્ડો સીટ પર જ પાન-મસાલાની પિચકારી મારી છે. આ જોયા પછી, લોકો પાન પસાલાની એડવર્ટાઈઝ કરતાં સ્ટાર્સને ટ્રોલ કરી રહ્યા છે.

Viral Photo : કોઈએ પ્લેનની બારી પર પાન-મસાલાની મારી પિચકારી, તસવીર જોઈને લોકોએ જુબાન કેસરી વાળાને કર્યા ટ્રોલ
pan-masala sprayed on the window of a plane

Follow us on

આપણા ગુટખા પ્રેમીઓ થૂંકવામાં માહેર છે ! આ લોકો દેશની ધરોહરને પોતાના પાન-મસાલાથી (Pan-Masala) લાલ કરવામાં માહેર છે કે એમના મનમાં અને તેમની કળાની અંદર એક ચિત્રકાર છે, શું કહેવું..! જો કે, થૂંકવા બદલ આપણે અહીં વર્ષોથી દંડ ફટકારવામાં આવે છે. ભલે તે રોડ હોય કે રેલવે પ્લેટફોર્મ, પરંતુ તેમ છતાં આ લોકો એટલા નિર્લજ્જ છે કે તેઓ સુરક્ષિત ઐતિહાસિક ઈમારતોને પણ ગંદી બનાવી દે છે. એટલું જ નહીં, આ લોકોની પાન-મસાલાની પિચકારી હવે વિમાનો સુધી પણ પહોંચી ગઈ છે. હાલના દિવસોમાં આ સાથે જોડાયેલી એક તસવીર વાયરલ (Viral Photo) થઈ રહી છે. જેને જોયા પછી કોઈનું મન બગડી શકે છે.

એક રિપોર્ટ અનુસાર, ભારતીય રેલવે પાન, ગુટખા, તમાકુના નિશાન સાફ કરવા માટે વાર્ષિક 1200 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરે છે, પરંતુ આ લોકો સરકારના વિચારથી એક ડગલું આગળ નીકળી ગયા છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે પ્લેનની વિન્ડો સીટ પર એક વ્યક્તિએ પાન-મસાલાની પિચકારી મારી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અહીં ચિત્ર જુઓ…..

આ શરમજનક તસવીર IAS ઓફિસર Awanish Sharan ટ્વિટર પર શેયર કરી છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું કે ‘કોઈએ પોતાની ઓળખ છોડી દીધી.’ આ તસવીર પર 10,000થી વધુ લાઈક્સ છે અને ઘણા લોકોએ તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. આ જોયા પછી ઘણા લોકોએ પોતાના મનની વાત લખી. જ્યારે કેટલાક યુઝર્સે ‘જુબાન કેસરી’ બોલતા પાન-મસાલાની જાહેરાતમાં જોવા મળતા સ્ટાર્સને લપેટી લીધા હતા. એક યુઝરે લખ્યું, ‘આ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘કોણ આ રીતે પોતાના ઉછેર, સંસ્કૃતિ અને દુનિયાને પાછળ છોડી દે છે? આ સિવાય બીજા ઘણા યુઝર્સે પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

Next Article