લોકોને Unsocial બનાવવાની અહમ ભૂમિકા ભજવતું Social Media

|

Feb 10, 2021 | 5:41 PM

માનવજીવનમાં Social Mediaએ હદ સુધી વણાય ગયા છે કે માણસને Facebook, Instagram, WhatsApp કે Twitter જેવા Social media platform વગર ચાલતું જ નથી.

લોકોને Unsocial બનાવવાની અહમ ભૂમિકા ભજવતું Social Media

Follow us on

માનવજીવનમાં Social Mediaએ હદ સુધી વણાય ગયા છે કે માણસને Facebook, Instagram, WhatsApp કે Twitter જેવા Social media platform વગર ચાલતું જ નથી. એ વાત સાચી છે કે આ બધા જ માધ્યમો દ્વારા માનવીની અભિવ્યક્તિને એક નવું જ સ્તર મળ્યું છે, પરંતુ Social mediaનો અતિરેક ઉપયોગ માણસને વાસ્તવિક જીવનમાં અસામાજિક બનાવી રહ્યો છે. વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં ઘણા અસામાજિક તત્વો દેશમાં અરાજકતા ફેલાવાનું કામ કરી રહ્યા છે. ભડકાઉ સામગ્રી નાંખીને દેશની અખંડતા અને એકતા તોડવાના ષડયંત્રો થતાં આવ્યા છે અને હજુ પણ તેનો સિલસિલો ચાલુ જ છે.

 

થોડા સમય પહેલા અસમમાં બે જૂથો વચ્ચેની અથડામણે મુંબઈ, બેંગલોર, ચેન્નાઈ, અને હૈદરાબાદમાં અસર કરી હતી. આ દરમ્યાન ઘણા આપત્તિજનક દ્રશ્યો Internet પર વાયરલ થયા હતા. જેને લઈને અસમની અસર દેશના અન્ય ભાગોમાં પણ જોવા મળી હતી. આ તમામ બાબતથી એમ કહી શકાય છે કે ઈન્ટરનેટને ભલે આપણે Social Media કહીએ પણ ખરેખર રીતે આપણે જોવા જઈએ તો આપણને Unsocial બનાવવા માટેનું કામ કરી રહ્યું છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

Internetના વપરાશને લઈને એવું કહેવાં આવે છે કે લોકો પોતપોતાના મત અને ઉપયોગિતા પ્રમાણે તેનો ઉપયોગ કરે છે. કારણ કે જે રીતે લોકડાઉન દરમ્યાન કેટલીય અફવાઓ સાંભળવા મળી હતી, જે એકદમ થોડા જ સમયમાં ગંભીર સ્વરૂપો લઈ રહી હતી જેમ કે મુંબઈ સાહિત દેશની તમામ ટ્રેનો બંધ હતી તે સમયમાં કોઈ એક ટ્રેન ચાલુ થઈ છે તેવી અફવાએ મુંબઈમાં જોર પકડયું અને થોડી જ વારમાં કોરોના સંક્રમણનો ડર રાખ્યા વગર હજારો લોકો રસ્તા પર અને સ્ટેશન સુધી આવી ગયા હતા.

 

કેટલીય વાર ઈન્ટરનેટ પર ભડકાઉ સામગ્રી ફેલાવવામાં આવે છે, જેના કારણે દેશની એકતા અને અખંડિતતા પર સવાલો ઊભા થાય છે. આવી સમગ્રીઓ લોકોને ઉશ્કેરવામાં ખરી સાબિત થાય છે. બીજી બાજુ, કેટલાક લોકો એવું માને છે કે ઈન્ટરનેટ મીડિયાનું નિયંત્રણ લોકોના અભિવ્યક્તિના અધિકારો સાથે ગડબડ કરે છે. તેમનું માનવું છે કે આ તે જ માધ્યમ છે જેણે ઈજિપ્ત અને લિબિયા જેવા બધા દેશોમાં અરાજકતા અને ગેરવર્તન સામે લોકોને એક કરે છે અને સરમુખત્યારશાહી અથવા એક તંત્રી સરકારને ઉથલાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

 

આ પણ વાંચો: કંગના રનૌત Twitter પર બંધ કરવા જઈ રહી છે પોતાનું એકાઉન્ટ, હવે આ એપ પર મચાવશે ધમાલ

Next Article