કંગના રનૌત Twitter પર બંધ કરવા જઈ રહી છે પોતાનું એકાઉન્ટ, હવે આ એપ પર મચાવશે ધમાલ

કંગના રનૌત Twitter પર બંધ કરવા જઈ રહી છે પોતાનું એકાઉન્ટ, હવે આ એપ પર મચાવશે ધમાલ
Kangana Ranaut (File Image)

કંગના રનૌતે ટ્વીટરને નવી ધમકી આપી છે. કંગનાએ તમામ લોકોને કહીને ચોંકાવી દીધા છે કે તે ઝડપી જ હવે ટ્વીટર છોડી દેશે અને કૂ એપ (Koo App) પર તે પોતાનું નવું એકાઉન્ટ બનાવવા જઈ રહી છે

Kunjan Shukal

|

Feb 10, 2021 | 5:25 PM

કંગના રનૌતે ટ્વીટરને નવી ધમકી આપી છે. કંગનાએ તમામ લોકોને કહીને ચોંકાવી દીધા છે કે તે ઝડપી જ હવે ટ્વીટર છોડી દેશે અને કૂ એપ (Koo App) પર તે પોતાનું નવું એકાઉન્ટ બનાવવા જઈ રહી છે અને હવે તે ત્યાં જ પોતાના વિચાર વ્યક્ત કરશે. કંગના એક પછી એક નવા ઘણા ટ્વીટસ કર્યા છે. જેમાં તેમને ટ્વીટરને આડે હાથે લેતા કહ્યું કે તેમને અભિવ્યક્તિની આઝાદીના મુખિયા કોણે બનાવ્યા છે. કંગનાએ ટ્વીટર સેફ્ટીના એક ટ્વીટનો જવાબ આપ્યો છે અને આરોપ લગાવ્યો છે કે ઘણા ડ્રગ એડિક્ટ લોકો જનતાને કંટ્રોલ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે.

શું છે Kooapp?

Koo ટ્વીટર જેવી જ એક એપ્લિકેશન છે, જેને 10 મહિના પહેલા લોન્ચ કરવામાં આવી હતી. આ એપ્લિકેશનને આત્મનિર્ભર એપ ચેલેન્જનો એવોર્ડ મળી ચૂક્યો છે. એપ્લિકેશનને Aparameya રાધાકૃષ્ણ અને મયંક Bidawatkaએ ડેવલોપ કરી હતી. એપ્લિકેશનને ઘણી ભાષાઓમાં લોન્ચ કરવામાં આવી છે, જેમાં હિન્દી, તેલુગુ, કન્નડ, બંગાળી, તમિલ, મલયાલમ, ગુજરાતી, મરાધી, પંજાબી, ઉડિયા, આસામી સામેલ છે.

ગૂગલ પ્લેસ્ટોર પર તેને ડાઉનલોડેડ પેજ પર એપને ‘બિલ્ડ ફોર ઈન્ડિયન્સ’ બતાવવામાં આવી છે. એટલે કે તમે પોતાની ભાષામાં પોતાના વિચાર શેર કરી શકો છો. તેની ટેગલાઈન કનેક્ટ વિથ ઈન્ડિયન્સ ઈન ઈન્ડિયન લેંગ્વેજ છે. આ એક પર્સનલ અપડેટ અને ઓપનિયન શેરિંગ માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ છે.

આ પણ વાંચો: ભારતની CORONA વેક્સિન પહોંચતા જ ભાવુક થયા આ દેશના વડાપ્રધાન, વિમાનમાંથી જાતે ઉતાર્યા બોક્સ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati