Shocking Video : લેન્ડ ઓફ ફાયર…. તમે સાંભળ્યું જ હશે કે પર્વતો પર બરફ હોય, અહીં અંગારા નીકળી રહ્યા છે

|

Jan 15, 2023 | 7:36 AM

આમ તો દુનિયામાં ઘણી એવી વિચિત્ર જગ્યાઓ છે જ્યાંના સમાચાર મળતા જ લોકોના પગ નીચેથી જમીન સરકી જાય છે. આવી જ એક જગ્યા અઝરબૈજાનમાં છે, જ્યાં વર્ષોથી એક પહાડ સળગી રહ્યો છે.

Shocking Video : લેન્ડ ઓફ ફાયર.... તમે સાંભળ્યું જ હશે કે પર્વતો પર બરફ હોય, અહીં અંગારા નીકળી રહ્યા છે
Odd News

Follow us on

ભારતના પર્વતીય રાજ્યોમાં આ દિવસોમાં બરફનું તોફાન સતત તબાહી મચાવી રહ્યું છે. જ્યારે પણ તે આવે છે, તે સેંકડો લોકોનો જીવ લે છે. આ દિવસોમાં જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં પણ હિમસ્ખલન થયું છે. રાજ્ય સરકારોએ રેસ્ક્યુ ટીમને સક્રિય કરી છે, જેથી લોકોને બચાવવાનું કામ થઈ શકે. પરંતુ આ બધાની વચ્ચે શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો પહાડ છે જ્યાં વર્ષોથી આગ સળગી રહી છે. જો નથી ખબર તો ચાલો જાણીએ ક્યાં છે આ અનોખો પર્વત..!

આમ તો દુનિયામાં ઘણી એવી વિચિત્ર જગ્યાઓ છે જ્યાંના સમાચાર મળતા જ લોકોના પગ નીચેથી જમીન સરકી જાય છે.આવી જ એક જગ્યા અઝરબૈજાનમાં છે જ્યાં વર્ષોથી એક પહાડ સળગી રહ્યો છે. આ આગ કેટલી જૂની છે તે કોઈને ખબર નથી, લોકો માત્ર અનુમાન લગાવે છે. તેની પાછળનું કારણ પણ ઘણું રસપ્રદ છે. આ ટેકરીને સ્થાનિક ભાષામાં ‘યાનર દાગ’ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે ‘બળતી ટેકરી’. હાલમાં જ @aureliestory નામના ટ્રાવેલ બ્લોગર દ્વારા આ પહાડને લગતો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે અને દરેક આ પર્વતને વિચિત્ર કહી રહ્યા છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ પણ વાંચો : Shocking Video : આ યુવતી કરે છે 3D મેકઅપ, વીડિયો જોઈ દંગ રહી ગયા યુઝર્સ

અહીં, વીડિયો જુઓ

ઠંડા પવનના જોરદાર ઝાપટાંની પણ આ આગ પર કોઈ અસર થઈ નથી. આ આગ ટેકરીની તળેટીમાં 10 મીટરના વિસ્તારમાં લાગેલી છે. આ કારણે આખું અઝરબૈજાન “આગની ભૂમિ” તરીકે પણ ઓળખાય છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ આ સળગતી ટેકરીને જોવા માટે એબશેરોન પહોંચે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર રાજધાની બાકુની નજીક યાનર દાગ (Yanar dag) નામનો પર્વત છે, જ્યાં કુદરતી ગેસના લીકેજને કારણે હંમેશા આગ લાગે છે. આ આગના કારણે વાતાવરણમાં ગેસની ગંધ આવી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ સ્થાન પર દુર્ગા માનું એક પ્રાચીન મંદિર પણ છે, જેને ‘ટેમ્પલ ઓફ ફાયર’ (Temple of Fire) તરીકે ઓળખવામાં આવે છે. લોકો તેને પવિત્ર માને છે, પરંતુ તે 1969માં બુઝાઈ ગયું હતું. આમ છતાં આગ હજુ પણ ચાલુ છે.

Next Article