Shocking Viral Video : સિંહ અને અજગર વચ્ચે થઈ જોરદાર લડાઈ, Video જોઈને નક્કી કરો કોણ જીત્યું ને કોણ હાર્યુ

|

Feb 06, 2023 | 7:32 AM

Wildlife Video : જંગલમાં રહીને પોતાનો જીવ બચાવીને જીવતા રહેવું એ કોઈ ચેલેન્જથી ઓછું નથી અને દરેક વ્યક્તિએ આ પડકારનો સામનો કરવો પડે છે પછી તે શિકાર હોય કે શિકારી. આને લગતો એક વીડિયો આ દિવસોમાં સામે આવ્યો છે, જેને જોયા પછી તમે દંગ રહી જશો.

Shocking Viral Video : સિંહ અને અજગર વચ્ચે થઈ જોરદાર લડાઈ, Video જોઈને નક્કી કરો કોણ જીત્યું ને કોણ હાર્યુ
Wildlife Shocking Video

Follow us on

Wildlife Video : ઈન્ટરનેટની દુનિયામાં વાઈલ્ડલાઈફ સાથે જોડાયેલા મોટાભાગના વીડિયો શેર કરવામાં આવે છે. તેમના વ્યુઝ અને લાઈક્સ અન્ય વીડિયોની સરખામણીમાં ઘણા વધુ હોય છે, તેથી તે આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે, કારણ કે પ્રાણીઓના વીડિયોમાં ઘણી વાર કંઈક ફની અને અનોખી જોવા મળે છે, જે લોકોના થાક અને ફ્રી ટાઈમનું મનોરંજન કરવાનું કામ કરે છે.

કેટલાક પ્રાણીઓ પોતાની મસ્તી અને તોફાનથી દિલ જીતી લે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ વિશાળ, વિકરાળ અને જંગલી હોવા છતાં પણ કંઈક એવું કરે છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આ પણ  વાંચો : Tie Knotting Video : 14 સેકન્ડમાં શીખો કેવી રીતે પ્રોફેશનલ ટાઈ બાંધવી, કમાલ છે આ Viral Video

તમે ટીવી કે ઈન્ટરનેટ પર સિંહ, વાઘ, દીપડા કે અન્ય વિકરાળ પ્રાણીઓના વીડિયો અવાર-નવાર જોયા હશે, જેમાં આ લોકો પોતાનું પેટ ભરવા માટે સંઘર્ષ કરે છે અને મોટા ભાગના કિસ્સાઓમાં તેઓ પોતાના શિકારને મારી નાખે છે, પરંતુ દરેક વખતે તેમના હાથમાં શિકાર આવે તે જરૂરી નથી. શિકારના હાથે તેને પણ ઝુકવું પડે છે, નમવું પડે છે અને મેદાન છોડીને ભાગવું પડે છે. હવે આ વીડિયો તમે જ જુઓ જ્યાં જંગલનો રાજા પોતાની તાકાતના ઘમંડમાં અજગરનો મુકાબલો કરે છે અને છેલ્લી ક્ષણે તેણે મેદાન છોડવું પડે છે.

અહીં, વીડિયો જુઓ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિંહનું બચ્ચું આશ્ચર્ય સાથે સાપને જોઈ રહ્યું છે. તેને સમજાતું નથી કે તે કેવું પ્રાણી છે. એટલા માટે તે મોઢું નીચું કરવા જતો હતો ત્યારે સાપે તેના પર હુમલો કર્યો. અહીં આશ્ચર્યની વાત એ હતી કે તેણે સિંહના બચ્ચાના મોં પર સીધો હુમલો કર્યો હતો. નાના સિંહને જ્યારે ખબર પડી કે તે જીતી શકશે નહીં, તે તરત જ ત્યાંથી નીકળી ગયો. તેથી જ કહેવાય છે કે સાપ સાથે ફસાઈ જવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, નહીં તો તેનું ભયંકર ઝેર સહન કરવા તૈયાર રહેવું પડે છે. આ વીડિયોને wildmaofficial નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને આ સમાચાર લખાય ત્યાં સુધી હજારો લાઈક્સ અને લાખો વ્યુઝ મળી ચૂક્યા છે.

Next Article